________________
| प्रतिपत्ति-3:४पूतीपारि
| ४१५
કરે છે.(આ રીતે તે દેવો સ્વામીના અભિષેકની ખુશાલી મનાવે છે.) १२३ तए णं तं विजयं देवं चत्तारि सामाणियसाहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ जावसोलसआयरक्खदेवसाहस्सीओ अण्णेयबहवेविजयरायहाणीवत्थव्वा वाणमंतरा देवा य देवीओ य तेहिं वरकमलपइट्ठाणेहिं जाव अट्ठसहस्सेणं सोवणियाणं कलसाणं तंचेव जाव अट्ठसहस्सेणं भोमेज्जाणं कलसाणं सव्वोदगेहि सव्वमट्टियाहिं सव्वतुवरेहिं सव्वपुप्फेहिं जावसव्वोसहिसिद्धत्थएहिं सबिड्ढीए जावणिग्घोसणाइयरवेणं महया महया इंदाभिसेएणं अभिसिंचंति, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं करयल परिग्गहियं सिरसावत्तंमत्थए अंजलिं कटु एवं वयासी- जय जय णंदा !जय जय भद्दा !जय जय णंदा भदं ते! अजियं जिण्णहि, जियं पालयाहि, अजियं जिणाहि सत्तुपक्खं, जियं पालयाहि मित्तपक्खं,जियमज्झे वसाहितं देव !णिरुवसग्गं । इंदो इव देवाणं, चंदो इव ताराणं, चमरो इव असुराणं, धरणो इवणागाणं, भरहो इव मणुयाणं बहूणि पलिओवमाई बहूइसागरोवमाणि चउण्ह सामाणियसाहस्सीण जाव आयरक्खदेवसाहस्सीण विजयस्स देवस्स विजयाए रायहाणीए अण्णेसिंच बहूणं विजयरायहाणिवत्थव्वाणं वाणमंतराणं देवाणं य देवीण य आहेवच्चं जाव आणा-ईसर-सेणावच्चंकारेमाणे पालेमाणे विहराहि त्ति कटु महया-महया सद्देणं जय-जय सद्द पउजति । ભાવાર્થ :- ત્યાર પછી તે ચાર હજાર સામાનિક દેવો, પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ યાવત સોળ હજાર આત્મરક્ષક દેવો તથા વિજયા રાજધાનીના નિવાસી અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓએ શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત થાવ એક હજાર આઠ સુવર્ણકળશો યાવતું એક હજાર આઠ માટીના કળ શોથી, સર્વ પ્રકારના પાણીથી, સર્વ તુવર દ્રવ્યોથી, સર્વ માટીથી, સર્વ ઋતુઓના શ્રેષ્ઠ ફૂલોથી યાવત સર્વ ઔષધિઓ અને સરસવોથી સર્વઋદ્ધિ સહિત યાવત વાદ્યોના દિવ્ય ધ્વનિ સહિત ઘણા ઉત્સવપૂર્વક તે વિજયદેવનો ઇન્દ્રાભિષેક કરે છે. અભિષેક કરીને બધા દેવો પોતપોતાના હાથ જોડીને મસ્તક પર અંજલી
સ્થાપિત કરીને આ પ્રમાણે કહે છે, હે જન-જન આનંદદાયક ! આપનો જય હો. વિજય હો! હે જન-જન માટે કલ્યાણ સ્વરૂપ! આપનો જય-વિજય હો, હે નંદ, હે ભદ્ર ! આપનો જયવિજય હો, આપ નહીં જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, અજિત શત્રુપક્ષને જીતો અને જીતેલા મિત્રપક્ષનું પાલન કરો અને તેઓની વચ્ચે વસવાટ કરો, દેવોમાં ઇન્દ્રની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, મનુષ્યોમાં ભરત ચક્રવર્તીની જેમ આપ ઉપસર્ગ રહિત થાઓ. ઘણા પલ્યોપમ અને ઘણા સાગરોપમ સુધી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષક દેવોનું, આ વિજયા રાજધાનીનું અને આ રાજધાનીમાં નિવાસ કરનારા અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય યાવત આજ્ઞેશ્વરત્વ, સેનાધિપતિપણાનું પાલન કરતા, આદેશનું પાલન કરાવતા વિચરો; આ પ્રમાણે કહીને મહાન શબ્દોથી જય જયકાર કરે છે. १२४ तएणं से विजए देवेमहया-महया इंदाभिसेएणं अभिसित्ते समाणे सीहासणाओ अब्भुढेइ, सीहासणाओ अब्भुढेत्ता अभिसेयसभाओ पुरत्थिमेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ताजेणामेव अलकारियसभातेणेव उवागच्छइ,उवागच्छित्ता अलंकारियसभं