________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
अभिसेयसभा वत्तव्वया जाव सीहासणं सपरिवारं । तत्थ णं विजयदेवस्स सुबहु अलंकारिए भंडेसण्णिक्खित्तेचिट्ठइ। अलंकारियसभाए उप्पिं अट्ठट्ठ मंगलगा, झया, छत्ताइछत्ता ।
૪૦૨
ભાવાર્થ :- તે અભિષેક સભાના ઇશાનકોણમાં એક વિશાળ અલંકાર સભા છે. તેની ગોમાનસિકા પર્યંતની વક્તવ્યતા અભિષેક સભાની જેમ જાણવી જોઈએ. તેમાં પણ મણિપીઠિકા પર પરિવાર સહિત સિંહાસન સ્થિત છે. તે સિંહાસન ઉપર વિજયદેવ માટે સુંદર અને મોટું અલંકારનું પાત્ર રાખેલું છે. તે અલંકાર સભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે.
|११५ तीसे णं अलंकारियसहाए उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं ववसायसभा पण्णत्ता । अभिसेयसभावत्तव्वया जाव सीहासणं सपरिवारं ।
तत्थ णं विजयस्स देवस्स एगं महं पोत्थयरयणे सण्णिक्खित्ते चिट्ठइ । तस्स णं पोत्थयरयणस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा - रिट्ठामईओ कंबियाओ, रययामयाई पत्तकाइं, रिट्ठामयाइं अक्खराई, तवणिज्जमए दोरे, णाणामणिमए गंठी, वेरुलियमए लिप्पासणे तवणिज्जमई संकला, रिट्ठामए छादणे, रिट्ठामई मसी, वइरामई लेहणी, धम्मिए सत्थे। ववसाय सभाए णं उप्पिं अट्ठट्ठमंगलगा झया छत्ताइछत्ता ।
तीसे णं ववसायसभाए उत्तरपुरत्थिमेणं एगे महं बलिपीढे पण्णत्ते- दो जोयणाई आयाम विक्खंभेणं, जोयणं बाहल्लेणं, सव्वरयणामए अच्छे जाव पडिरूवे । तस्स णं बलिपीठस्स उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं णंदापुक्खरणी पण्णत्ता- जं चेव माणं हरयस्स तं चैव सव्वं ।
ભાવાર્થ:- તે અલંકારિક સભાના ઇશાનકોણમાં એક મોટી વ્યવસાય સભા છે. પરિવાર સહિત સિંહાસન સુધી સંપૂર્ણ વક્તવ્યતા અભિષેક સભાની જેમ જાણવી જોઈએ. તે સિંહાસન ઉપર વિજયદેવનું એક પુસ્તક રત્ન છે. તે પુસ્તકરત્નનું વર્ણન આ પ્રમાણે છે– તે પુસ્તકના પાના રત્નમય છે, પૂંઠા રિષ્ટ રત્નમય છે, દોરા સુવર્ણમય છે, વિવિધ મણિમય ગાંઠો છે, વૈડુર્ય રત્નમય ખડિયો છે, રિષ્ટ રત્નમય તેનું ઢાંકણું છે, તપનીય સુવર્ણની તેની શ્રૃંખલા(સાંકળ) છે, રિષ્ટ રત્નમયી શાહી છે, વજરત્નની કલમ છે અને રિષ્ટ રત્નમય અક્ષરો છે. તેમાં ધાર્મિક લેખ લખેલા છે. તે વ્યવસાયસભાની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો શોભી રહ્યા છે.
તે વ્યવસાય સભાના ઇશાનકોણમાં બે યોજન લાંબું,પહોળી અને એક યોજન જાડું એવું એક વિશાળ બલિપીઠ(આસન વિશેષ) છે. સંપૂર્ણતઃ તે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે, તે બલિપીઠના ઇશાનકોણમાં એક મોટી નંદા પુષ્કરણી છે. તેનું પ્રમાણ આદિ વર્ણન ઉપપાત સભાના સરોવર સમાન કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દેવોની પાંચ સભાનું વિસ્તૃત વર્ણન છે.