________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
[ ૪૦૩ ]
(૧) ધર્માસભા - વિજયદેવના મૂળ પ્રાસાદથી ઈશાનકોણમાં સુધર્મા સભા છે. તે સાડાબાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઊંચી છે. તેની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર તે ત્રણ દિશામાં એક-એક દ્વાર છે અને ત્રણ દિશામાં સોપાન શ્રેણી–પગથિયા છે.
તે દ્વારની સામે એક મુખમંડપ, તેની આગળ પ્રેક્ષાગૃહ, પ્રેક્ષાગૃહની વચ્ચે એક મંચ, તેના ઉપર મણિપીઠિકા અને તે મણિપીઠિકા ઉપર એક સિંહાસન અને તેની આસપાસ અનેક ભદ્રાસનો છે.
પ્રેક્ષાગૃહની સામે ત્રણ દિશામાં મણિપીઠિકા છે, તેના ઉપર સૂપ છે અને તે સૂપોની સામે ત્રણ દિશામાં ચબૂતરા પર ચૈત્યવૃક્ષો છે. ચૈત્યવૃક્ષોની સામે ચબૂતરા પર મહેન્દ્રધ્વજો અને તેની સામે નંદા પુષ્કરિણીઓ છે. સુધર્માસભાનું આવ્યંતર વર્ણન –તે સભામાં ચોમેર ૬000 મનોગુલિકાઓ- આસનો પાથરેલા છે. સુધર્માસભાની મધ્યમાં સાડાસાત (૭૩) યોજન ઊંચો માણવક ચેત્યસ્તંભ છે. તેના મધ્યભાગમાં અનેક ખીંટીઓ અને તેમાં અનેક શીંકાઓ લટકી રહ્યા છે. તે શીકાઓમાં વજમય ડબ્બીઓ છે. તેમાં જિન અસ્થિઓ રાખેલા છે. જે પ્રત્યેક દેવદેવીઓને વંદનીય, પૂજનીય છે. દેવલોકમાં સુધર્માસભાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે ત્યાં જ દેવોની મહત્ત્વની કાર્યવાહી થાય છે.
માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં એક સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવશય્યાના ઈશાનકોણમાં માહેન્દ્રધ્વજ, તેની પશ્ચિમમાં આયુધશાળા છે. સુધર્માસભાના ઈશાનકોણમાં સિદ્ધાયતન છે. તે દરેક સ્થાનો સુવર્ણ, રજત અને રત્નમય, મનોહર અને આકર્ષક છે. ત્યાં ઘંટાઓ, ચંદનકળશ, પુષ્પગંગેરી, ધૂપદાની વગેરે મંગલ વસ્તુઓ રાખેલી છે. (૨) ઉપપાત સભા :- સુધર્મા સભાના સિદ્ધાયતનથી ઈશાન કોણમાં ઉપપાતસભા છે. તે પણ સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઊંચી, ત્રણ દિશામાં ત્રણ દ્વાર અને ત્રણ સોપાન શ્રેણીથી યુક્ત છે. તેનું વર્ણન સુધર્માસભાની સમાન છે. તેમાં એક મણિપીઠિકા અને તેના ઉપર દેવશય્યા હોય છે. તે દેવશય્યામાં દેવોનો ઉપપાત-જન્મ થાય છે. તેના ઈશાનકોણમાં એક મોટો પ્રહ છે. નવા ઉત્પન્ન થયેલા દેવો ત્યાં સ્નાન માટે જાય છે. (૩) અભિષેક સભા -તેદ્રહના ઈશાનકોણમાં અભિષેક સભા છે. તેનું પ્રમાણ આદિ સર્વ સુધર્માસભાની સમાન છે. તેના મધ્યભાગમાં એક સુંદર સિંહાસન છે. ત્યાં દેવોનો અભિષેક થાય છે. (૪) અલંકાર સભા :- અભિષેક સભાના ઈશાન કોણમાં એક વિશાળ અલંકાર સભા છે. ત્યાં દેવોના શોભા શણગાર માટે વિપુલ પ્રમાણમાં બહુમૂલ્યવાન આભરણો અને અલંકારો હોય છે. દેવો અહીં આવીને શોભા શણગારથી સુસજ્જિત થાય છે. (૫) વ્યવસાય સભા:- અલંકાર સભાના ઈશાન કોણમાં એક વ્યવસાય સભા છે. ત્યાં સિંહાસન ઉપર દેવોના સમગ્ર જીવન વ્યવહારને સૂચિત કરતું પુસ્તક રત્ન હોય છે. તે પુસ્તકના પૂંઠા, પાના, અક્ષરો આદિ સોના, રૂપા અને મણિરત્નના હોય છે. નવા ઉત્પન્ન થયેલા દેવો તે પુસ્તક રત્નને વાંચીને પોતાના કર્તવ્યોને જાણે છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે.
આ પાંચે સભાઓનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે.