________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
[ ૪૦૧]
देवसयणिज्जस्सवण्णओ। उववायसभाएणंउप्पिं अट्ठमंगलगा,झया,छत्ताइछत्ता। ભાવાર્થ :- સિદ્ધાયતનની ઉત્તર-પૂર્વ દિશા(ઈશાનકોણ)માં એક મોટી ઉપપાત સભા છે. તેનું ગોમાનસિકા –શય્યા પર્યતનું સંપૂર્ણ વર્ણન સુધર્માસભાની સમાન જાણવું જોઈએ. ઉપપાત સભામાં પણ દ્વાર, મુખમંડપ, આકર્ષક ચમકતો ભૂમિભાગ યાવત્ મણિઓના સ્પર્શ આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે અત્યંત સમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી છે. સર્વાત્મના રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ દેવશય્યા છે. તે દેવશય્યાનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે ઉપપાત સભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ११२ तीसे णं उववायसभाए उत्तरपुरस्थिमेणं एत्थ णं एगे महं हरए पण्णत्ते । सेणं अद्धतेरस जोयणाइंआयामेण, छ जोयणाइसक्कोसाइविक्खंभेणं, दस जोयणाइंउव्वेहेणं, अच्छे जावपडिरूवे । जहेव णदाण पुक्खरिणीण जावतोरण वण्णओ। ભાવાર્થ – તે ઉપપાત સભાના ઇશાન કોણમાં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને દસ યોજન ઊંડુ એક સરોવર છે. તે સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તેનું તોરણ પર્યતનું કથન નંદા પુષ્કરિણી પ્રમાણે જાણવું જોઈએ. અભિષેક સભા - ११३ तस्स णंहरयस्स उत्तरपुरत्थिमेणं एत्थ णं एगा महं अभिसेयसभा पण्णत्ता, जहा सभा सुहम्मा तं चेव णिरवसेस जावगोमाणसीओ भूमिभाए उल्लोए तहेव।
तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढिया पण्णत्ता-जोयणं आयामविक्खभेणं, अद्धजोयणंबाहल्लेणं,सव्वमणिमया अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपेढियाए उप्पि एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते सीहासण-वण्णओअपरिवारो। तत्थण विजयदेवस्ससुबहु अभिसेक्केभडेसण्णिक्खित्ते चिट्ठति। अभिसेयसभाए उप्पि अट्ठमगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ - તે સરોવરની ઉત્તર પૂર્વમાં એક વિશાળ અભિષેક સભા છે. તેનું ગોમાનસિકા, ભૂમિભાગ અને ઉપરના ભાગ પર્યતનું સંપૂર્ણ વર્ણન સુધર્મા સભાની જેમ જાણવું જોઈએ.
તેના અતિ સમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી એક વિશાળ મણિપીઠિકા છે. સર્વ મણિમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. અહીં સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. પરિવારનું કથન ન કરવું. તે સિંહાસન પર વિજયદેવના અભિષેક યોગ્ય સામગ્રીથી યુક્ત એક પાત્ર રાખેલું છે. અભિષેકસભાની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ, છત્રાતિછત્રો છે. ११४ तीसेणं अभिसेयसभाए उत्तरपुरित्थमेणं एत्थणंएगा महं अलंकारियसभा पण्णत्ता,