SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ | 3 | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १०४ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा महं मणिपीढिया पण्णत्ता । साणं मणिपीढिया दो जोयणाई आयामविक्खंभेणं, जोयणं बाहल्लेणं सव्वमणिमई। तीसेणं मणिपीढियाए उप्पि एत्थ णं माणवए णाम चेइयखंभे पण्णत्ते, अट्ठमाई जोयणाई उड्डं उच्चत्तेणं, अद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं छकोडीए छलंसे छविग्गहिए वइरामयवट्टलट्ठसठिय सुसिलिट्ठपरिघट्ठमट्ठसुपइट्ठिए एवं जहामहिंदज्झयस्स वण्णओ जावपडिरूवे। ભાવાર્થ:- તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને મણિમય એવી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર માણવક નામનો ચૈત્ય સ્તંભ છે. તે સાડા સાત યોજન ઊંચો, અર્ધા ગાઉ ઊંડો અને અર્ધો ગાઉ પહોળો છે. તેની છ કોટીઓ-હાંસ, છ ખૂણા અને છ ભાગ છે. તે વજમય, ગોળ, સ્થિર છે. આ રીતે મહેન્દ્રધ્વજ સમાન તેનું વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. १०५ तस्सणं माणवगस्स चेइयखभस्स उवरिं छक्कासे ओगाहित्ता हेट्ठा वि छक्कोसे वज्जित्ता मज्झे अद्धपंचमेसुजोयणेसु एत्थ णं बहवे सुवण्णरुप्पमया फलगा पण्णत्ता। तेसुणं सुवण्णरुप्पमएसुफलगेसुबहवे वइरामया णागदता पण्णत्ता । तेसुणं वइरामए सुणागदतएसुबहवे रययामया सिक्कगा पण्णत्ता । तेसुण रययामएसु सिक्कएसु बहवेवइरामया गोलवट्टसमुग्गका पण्णत्ता; तेसुणं वइरामएसुगोलवट्टसमुग्गएसुबहवे जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति । जाओणं विजयस्स देवस्स अण्णेसिंचबहूणं वाणमतराण देवाण यदेवीण य अच्चणिज्जाओवदणिज्जाओ पूयणिज्जाओसक्कार णिज्जाओसम्माणणिज्जाओकल्लाणंमंगलदेवयचेयपज्जुवासणिज्जाओ। माणवगस्स णंचेइयखभस्स उवरिं अट्ठमगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ:- તે માણવક ચૈત્ય સ્તંભમાં ઉપર તથા નીચેના છ-છ ગાઉ છોડીને વચ્ચેના સાડા ચાર યોજન જેટલા ભાગમાં ઘણાં સોના-ચાંદીના પાટિયા છે. તે સોના ચાંદીના પાટિયાઓ ઉપર અનેક વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર ઘણા ચાંદીના શીંકાઓ છે. રજતમય તે સીકાઓમાં ઘણી વજમય ગોળ, સમુગક-ડબ્બીઓ છે. તે વજમય ગોળ ડબ્બીઓમાં ઘણાં જિનઅસ્થિઓ છે. વિજયદેવ તથા બીજા ઘણા વાણવ્યંતર દેવ અને દેવીઓ માટે તે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય કલ્યાણ રૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ અને પર્યાપાસનીય છે. તે માણવક ચૈત્ય સ્તંભ ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો શોભી રહ્યા છે. १०६ तस्स णं माणवगस्स चेइयखंभस्स पुरच्छिमेणं एत्थ णं एगा महामणिपेढिया पण्णत्ता। साणंमणिपेढियादोजोयणाईआयामविक्खभेणं,जोयणंबाहल्लेणंसव्वमणिमई अच्छा जावपडिरूवा । तेसिंणं मणिपेढियाए उप्पि एत्थणंएगे महंसीहासणे पण्णत्ते। सीहासणवण्णाओ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy