________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
૯૮૭
ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ કંઈક ન્યૂન આઠ યોજન અને લંબાઈ પહોળાઈ કંઈક ન્યૂન ચાર યોજન છે. તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય, તેવા પ્રતીત થાય છે. તેની અંદર અતિ સમરમણીય ઉલ્લોકનીય–ચળકાટ યુક્ત ભૂમિભાગ છે. ત્યાં ભદ્રાસન અને તેની ઉપર આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે(ચોસઠ) પ્રાસાદાવાંસકો તેનાથી અર્થી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતેસકોથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ કંઈક ન્યૂન ચાર યોજન અને લંબાઈપહોળાઈ કંઈક ન્યૂન બે યોજન છે, તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય તેવા પ્રતીત થાય છે; વગેરે વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદાવતંસકોની અંદર અતિ સમરમણીય અને ઉલ્લોકનીય-ચળકાટ યુક્ત ભૂમિભાગ છે, ત્યાં પદ્માસન આદિ છે, પ્રાસાદાવાંસકોની ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવની વિજયા નામની રાજધાનીનું વિસ્તૃત વર્ણન છે. વિજયારાજધાનીનું સ્થાન - વિજયદ્વારની પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી જેબૂદ્વીપ નામનો અન્ય દ્વીપ છે. તે દ્વીપમાં ૧૨,૦00 યોજન અંદર વિજયા નામની રાજધાની છે. રાજધાનીનું પ્રમાણ:- તે ૧૨,000 યોજન લાંબી પહોળી, ગોળાકારે છે, તેની પરિધિ સાધિક ૩૭,૯૪૮ યોજનની છે. વિજયા રાજધાની :
સ્થાન | પ્રમાણ | સ્વરૂપ | કોટ પ્રમાણ | રાજધાની દ્વાર | વિશિષ્ટતા વિજય દ્વારની લંબાઈ–પહોળાઈ ફરતો | મૂળમાં ૧૨યો. ચારે દિશામાં | દ્વારની ઉપર
પૂર્વમાં | ૧૨000 યોજન | કોટ મધ્યમાં યો ૧૨૫-૧૨૫ ૧૭ વિશિષ્ટ ભવન, અસંખ્યદ્વીપ | પરિધિ- રાજધાનીમાં ચાર | ઉપર ૩ યોજન | | દ્વાર મધ્યના ભવનમાં સમુદ્ર પછી | ૩૭,૯૪૮ યોથી વનખંડ અને કોશ | કુલ ૫00 દ્વારા | વિજય દેવનું અન્ય
સાધિક મધ્યમાં | ઊંચાઈ ૩૭યો. પ્રમાણ દર સિંહાસન, જંબૂદ્વીપમાં
અધિષ્ઠાયક ગોપુચ્છ સંસ્થાન ઊંચા આજુબાજુ દેવના
૩૧ ક્યો પહોળા પરિવારરૂપ પ્રાસાદ
દેવોના સિંહાસનો ચારે વનખંડની
વચ્ચે
વિશ્રામ સ્થાન, ત્યાં ત્રણ વલયમાં
ચાર-ચાર પ્રસાદ, રાજધાનીનું સ્વરૂપ :- રાજધાનીની ચારેબાજુ ગોપુચ્છ આકારનો સુવર્ણમય એક કોટ છે. તે મૂળ ભાગમાં સાડા બાર યોજન, મધ્યમાં સવા છ યોજન અને ઉપર સાડા ત્રણ યોજન છે. તે કિલ્લાની ઉપર મણિમય કાંગરા છે. તે રાજધાનીની ચારે બાજુ ૧૨૫-૧રપ દ્વાર છે. સર્વ મળીને ૫00 દ્વાર છે. પ્રત્યેક દ્વાર સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વાર અંકરત્નના, તેનું શિખર સુવર્ણનું છે. તેમાં વિવિધ પ્રકારના સુંદર ચિત્રો આદિ છે.