________________
૩૮૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તે દ્વારની બંને બાજુ બેઠક સ્થાન છે. તેમાં એક પીઠિકા, તેના ઉપર દર્શનીય, સુંદર પ્રાસાદ છે. તે દ્વારની આગળ તોરણો, મંગલો, માળાઓ, ધ્વજાઓ, છત્રો વગેરે સુંદર વસ્તુઓ વિજયદ્વારની સમાન છે. તે દ્વારની ઉપર સત્તર ભૌમ-વિશિષ્ટ ભવન છે. તેના મધ્યના ભવનની મધ્યમાં વિજયદેવનું એક સુંદર સિંહાસન, તેની ચારે બાજુ તેના દેવપરિવારના ભદ્રાસનો છે, શેષ સોળ ભવનોમાં એક-એક સિંહાસન છે. રાજધાનીના વનખંડો - વિજયા રાજધાનીની ચારે દિશામાં ૫૦૦-૫00 યોજન દૂર ક્રમશઃ અશોકવન, ચંપકવન, સપ્તપર્ણવન અને આમ્રવન નામના ચાર વનખંડો છે. તે વનખંડો જગતીના વનખંડની સમાન અત્યંત સઘન, ગાઢ, મનોહર અને મનોજ્ઞ છે. તે વનખંડોમાં અશોક આદિ વૃક્ષોની પ્રધાનતા હોવાથી તેના તે-તે નામો છે. તે વનખંડોના વિવિધ વિભાગો કૃષ્ણ, નીલ અને હરિતવર્ણના અને તેવી જ કાંતિવાળા છે.
તેના મધ્યભાગમાં એક પ્રાસાદ છે. તે પ્રાસાદમાં તે તે વનખંડના અધિષ્ઠાયક અશોક આદિ વ્યંતર દેવો રહે છે. વિજય દેવના ૩૪૧ પ્રાસાદ -
૧
| Fરા યો. નો મુખ્ય પ્રાસાદ
૩ સાધિક ૧૫ા થો.ના સોળ પ્રાસાદો
૩૧ થો.ના ચાર પ્રાસાદો
[૪] દેશોન ૮ ધો.ના ચોસઠ પ્રાસાદો
દેશોન ૪ થો.ના બસો પન પ્રાસાદો
on
ની-ની