________________
પ્રતિપત્તિ-૩: જેબૂતીપાધિકાર
૩૭૩ ]
पाया,णाणामणिमयाइंपायसीसगाई, जंबूणयमयाइंगत्ताई, वइरामया संधी, णाणामणिमए वेच्चे। सेणंसीहासणेईहामियउसभतुरगणस्मगविहग वालगकिण्णस्रुरुसरभचमस् कुंजस्वणलयपउमलयभत्तिचित्ते,ससास्सारोवचियमणिरयण पायपीढे,अत्थरगमिउमसूरग णवतयकुसंतलिंबकेसस्पच्चत्थुयाभिरामे, आईणगरूयबू-णवणीयतूलफास सुविरइय रयत्ताणे, उवचियखोमदुगुल्ल पट्टपडिच्छायणे,रत्तंसुयसंवुडेसुरम्मेपासाइए दरिसणिज्जे अभिरूवेपडिरूवे। ભાવાર્થ - તે પ્રત્યેક મણિપીઠિકાઓ ઉપર એક-એક સિંહાસન છે. તે સિંહાસનોનું વર્ણન આ પ્રમાણે છે–તે સિંહાસનોમાં સોનાના ચાકળા; રત્નોના સિંહાકૃતિવાળાભાગ(હાથા વગેરે); સોનાના પાયા; વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત પાયાની ઉપરનો ભાગ, જાંબૂનદ સુવર્ણના ગાત્ર–પાર્શ્વવર્તી ભાગ, વજનો સંધિભાગ અને વિવિધ મણિઓથી યુક્ત સિંહાસનનો મધ્યભાગ બનેલો છે. તે સિંહાસન ઈહામૃગ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ,કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. સિંહાસનની આગળ રહેલું પાદપીઠ મૂલ્યવાન મણિઓ અને રત્નોથી સુશોભિત લાગે છે. તે સિંહાસન ઉપર નવતૃણ કુશાગ્ર–નવા ઉગેલા કુશ નામના ઘાસના અગ્રભાગ અને કેસર તંતુઓ જેવા અત્યંત સુકોમળ, સુંદર વસ્ત્રથી આચ્છાદિત મસુરિયું(ગોળ ઓશિકું) છે અને તેના દ્વારા સિંહાસન મનોહર લાગે છે. તેનો સ્પર્શ આજીનક(મૃગચમ) રૂ, બૂર-વનસ્પતિ વિશેષ, માખણ અને આકડાના રૂ જેવો કોમળ છે. સિંહાસન ઉપર રજ ન પડે તે માટે તે સુંદર, સુરચિત રજસ્ત્રાણથી ઢાકેલું છે; તે રજસ્ત્રાણ ઉપર જરી ભરેલું સુતરાઉ વસ્ત્ર પાથરેલું છે અને તેના ઉપર લાલ વસ્ત્ર આચ્છાદિત છે. આ રીતે તે સિંહાસન પ્રાસાદીય, દર્શનીય, રમ્ય અને ઘાટીલું છે. |५४ तेसिंणंसीहासणाणं उप्पि पत्तेयं पत्तेयं विजयदूसे पण्णत्ते। तेणं विजयदूसा सेया संखकुंददगरय अमयमहियफेणपुंजसण्णिकासा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- પ્રત્યેક સિંહાસનોના ઉપરના ભાગમાં શંખ, કુંદ(મોગરાના ફૂલ), જલબિંદુ, મળેલા ક્ષીરસમુદ્રના ફીણના પુંજ સમાન શ્વેત રત્નોથી ઝગમગતું, સ્વચ્છ, અત્યંત સુંદર એક વિજયદૂષ્ય છે.
५५ तेसिंणं विजयदूसाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामया अंकुसा पण्णत्ता। तेसुणं वइरामएसु अकुसेसु पत्तेयं पत्तेय कुभिका मुत्तादामा पण्णत्ता । तेणं कुभिका मुत्तादामा अण्णेहि चउहिचउहिं तदद्धच्चत्तप्पमाणमेत्ताहिं अद्धकुंभिक्केहिं मुत्तादामेहिं सव्वओ समंता संपरिक्खित्ता । तेणंदामा तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया जाव सिरीए अईव-अईव उवसोभमाणा-उवसोभमाणा चिट्ठति । तेसिंणं पासायवडिंसगाणं उप्पि बहवे अट्ठमंगलगा पण्णत्ता-सोत्थिय तहेव जावछत्ताइछत्ता । ભાવાર્થ:- તે વિજયદૂષ્યોની વચ્ચોવચ્ચ વજરત્નમય એક-એક અંકુશ (આંકડા) છે. તે વજમય પ્રત્યેક અંકુશ(આંકડા, હૂક)માં મોતીના મોટા-મોટા ઝુમ્મર લટકે છે. તે ઝુમ્મરોની વચ્ચે કુંભ પરિમાણવાળો (મગધદેશ પ્રસિદ્ધ માપ વિશેષ) એક મોટો મોતીનો ઝૂમખો છે, તેની ચારે બાજુ ગોળાકારે પહેલાના ઝૂમખાથી અર્ધી ઊંચાઈવાળા અને અર્ધ કુંભ પરિમાણવાળા ચાર ઝુમખા છે. તે મોતીના ઝૂમખાઓ તપનીય સુવર્ણના