________________
૩૭૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ નાગદેતાઓ ઉપર ઘણાં ચાંદીમય શીકા ટાંગેલા છે, તે ચાંદીમય શીકાઓમાં વૈડૂર્ય મણિઓથી બનેલી ધૂપ ઘટિકાઓ છે. આ ગ્રૂપ ઘટિકાઓમાં ઉત્તમ કાલાગુરુ, શ્રેષ્ઠ કંદુષ્ક, તુષ્ક(લોબાન) વગેરે સુગંધી ધૂપ મઘમઘી રહ્યો છે. સુગંધની વાટ કે અગરબત્તી જેવી તે ધૂપઘટિકાઓમાંથી મનોહારી, ઘાણ અને મનને તૃપ્તિદાયક સુગંધ ચોમેર પ્રસરી રહી છે અને નિકટવર્તી ચારેબાજુના પ્રદેશને સુવાસિત કરી રહી છે. |४४ विजयस्सणंदारस्स उभओपासिंदुहओणिसीहियाए दोदोसालभंजिया परिवाडीओ पण्णत्ताओ। ताओ णं सालभजियाओ लीलट्ठियाओ, सुपइट्ठियाओ, सुअलंकियाओ, णाणाविहरागवसणाओ,णाणामल्लपिणद्धाओ,मुट्ठिगिज्झसुमज्झाओ,आमेलगजमलजुयल वट्टियअब्भुण्णयपीणरइयसंठियपीवस्पओहराओ,रत्तावंगाओ, असियकेसीओमिविसय पसत्यलक्खणसंवेल्लियग्गसिरयाओ ईसिं असोगवरपायक्समुट्ठियाओ वामहत्थग्ग हियग्गसालाओईसिं अद्धच्छिकडक्खचिट्ठिएणंलूसमाणीओ विवचक्खुल्लोयणलेसेहिय अण्णमण्णं खिज्जमाणीओ विव पुढविपरिणामाओ,सासयभाक्मुवगयाओ, चंदाणणाओ, चंदविलासिणीओ,चंद्धसमणिडालाओ,चंदाहियसोमदसणाओ,का विवउज्जोवेमाणाओ, विज्ज-घण-मिरियससदिप्पंत-तेय-अहिययस्सण्णिकासाओ सिंगारागारचारुवेसाओ पासाइयाओदरिसणिज्जाओअभिरुवाओपडिरूवाओतेयसा अईक्-अईव उखसोभेमाणीओ उवसोभेमाणीओ चिट्ठति। ભાવાર્થ:- તે વિજય દ્વારની બંને બાજુઓની બેઠક ઉપર બે-બે પૂતળીઓ પંક્તિબદ્ધ ગોઠવાયેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની ક્રીડા કરતી; સુપ્રતિષ્ઠિત; સારી રીતે શણગારાયેલી; રંગબેરંગી વસ્ત્રો પહેરાવાયેલી; જાત-જાતની માળાઓ વડે શોભાયમાન; મુઠ્ઠીમાં સમાય જાય તેવી પાતળી કમ્મરવાળી; માથે ઊંચો અને કઠણ અંબોડો વાળેલી; સમશ્રેણીમાં સ્થિત, ગોળ, ઉન્નત, સ્થૂળ-ભરાવદાર પયોધરવાળી; લાલ અણિયાળી આંખોવાળી, કાળા, કોમળ(રેશમી), નિર્મળ, શોભનીક, ઘેઘુર, માથાને ઢાંકી દેતા કેશકલાપથી શોભનીય દેખાતી તે પુતળીઓ ઉત્તમ અશોકવૃક્ષની પાસે, તેની ડાળને ડાબા હાથે પકડીને ઊભી છે. તે પૂતળીઓ આંખ મીંચામણી કરતી, દેવોના મનને જાણે કે હરતી ન હોય, પરસ્પર એકબીજા સામું જોતી જાણે કે ખીજાતી ન હોય, તેવી લાગે છે; તે બધી પૂતળીઓ માટી(પૃથ્વીની) બનેલી હોવા છતાં નિત્ય રહેનારી છે; ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્ર જેવી વિલાસી, અર્ધ ચંદ્ર જેવા લલાટવાળી, ચંદ્ર જેવા સૌમ્ય દર્શનવાળી તે પૂતળીઓ ઉલ્કા–ખરતા તારાની જેવી ઝગમગે છે; વીજળીના ચમકારાની જેમ ચમકે છે અને સૂર્યના પ્રખર દેદીપ્યમાન તેજથી પણ વધુ તેજસ્વી લાગે છે; શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી તે પૂતળીઓ ચિત્તને પ્રસન્ન કરે તેવી દેખાવડી, મનોજ્ઞ અને મનોહર છે તથા તેજથી અત્યંત સુશોભિત છે. |४५ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दोदोजालकडगा पण्णत्ता, तेण जालकडगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ - આ વિજય દ્વારની બંને બાજુઓની બંને બેઠકોમાં બે-બે જાલકટક-ઝરુખાની પંક્તિઓ છે. આ પ્રદેશ રત્નમય, નિર્મળ થાવત અત્યંત રમણીય છે.
४६ विजयस्सणं दारस्स उभओ पासिं दुहओ णिसीहियाए दो दो घंटापरिवाडीओ पण्णत्ताओ । तासि णं घंटाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- जंबूणयामईओ