________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
[ ૩૫ ]
ભાવાર્થ :- જગતીની ઉપર અને પદ્મવરવેદિકાની અંદરના અર્થાત્ જેબૂદ્વીપ તરફના ભાગમાં એક વિશાળ વનખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન છે. તેની પરિધિ પદ્મવર વેદિકાની પરિધિ સમાન છે. તે કૃષ્ણ અને કૃષ્ણ કાંતિવાળો છે ઇત્યાદિ પૂર્વોક્ત વનખંડનું વર્ણન અહીં જાણવું જોઈએ. અહીં તૃણો અને મણિઓના ધ્વનિનું કથન ન કરવું. પદ્મવરવેદિકાના કારણે વાયુનો સંચાર ન હોવાથી તે વનખંડ મણિ અને તૃણના ધ્વનિથી રહિત પ્રશાંત હોય છે.
અહીં ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓ આરામ કરે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, લંબાવીને પડખું ફેરવતાં-ફેરવતાં વિશ્રામ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, રમણ કરે છે, ઇચ્છાનુસાર ક્રિયા કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિ ક્રીડા કરે છે. આ રીતે તે દેવ-દેવીઓ પોતાના પૂર્વભવમાં ધર્માનુષ્ઠાન આદિ શુભ પરાક્રમથી ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખ રૂપ ફલ-વિપાકનો અનુભવ કરતાં વિચરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વનખંડ, વાવડીઓ, વગેરેનું વિસ્તૃત વર્ણન છે. વનખંડનું સ્થાન - જગતીની ઉપર પધવર વેદિકાની બંને બાજુએ એક-એક, એમ કુલ બે વનખંડ છે. એક પાવરવેદિકાની બહાર લવણ સમુદ્ર તરફ અને એક પદ્મવરવેદિકાની અંદર જંબૂદ્વીપ તરફ આખા ગોળાકારમાં વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત બે વનખંડો છે. વનખંડન પ્રમાણ:- ચાર યોજનની પહોળાઈવાળી જગતી પર બરોબર મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી વેદિકા છે. ચાર યોજનમાંથી ૫૦૦ ધનુષ્ય બાદ કરતાં બંને વનખંડનો ચક્રવાલ વિખંભ ૨૫૦-૨૫૦ ધનુષ ન્યૂન બે યોજન છે. સૂત્રમાં કંઈક ન્યૂન બે યોજનનું કથન છે. વનખંડનું સ્વરૂપ - તે વનખંડમાં વિવિધ પ્રકારના વૃક્ષો છે. જે હંમેશાં છએ ઋતુના પુષ્પો અને ફળોથી સુશોભિત રહે છે. મધ્યભાગમાં તે અત્યંત સઘન અને ગાઢ છે.
વનખંડના વર્ણનમાં િવિવધારે... વગેરે શબ્દોનો પ્રયોગ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે આ વનખંડો ક્યાંક-ક્યાંક કાળા પાંદડાવાળા વૃક્ષોના કારણે કાળા, નીલ પાંદડાવાળા વૃક્ષોના કારણે નીલા અને લીલા પાંદડાવાળા વૃક્ષોના કારણે લીલા પ્રતીત થાય છે. પ્રથમ વયમાં પાંદડા પોપટની પાંખ જેવા લીલા હોય છે, મધ્યમ વયમાં પાંદડા પ્રાયઃ કાળા લાગે છે અને લીલી અવસ્થાને પાર કર્યા પછી તથા કૃષ્ણ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાંદડા નીલા હોય છે. આ કાળા, નીલા વગેરે વર્ણની પ્રકર્ષતા પ્રગટ કરવા સૂત્રકારે જિદ્દે વિમાને, છિપશબ્દોનો પ્રયોગ કર્યો છે. કાળા પાંદડાવાળા વૃક્ષોના કારણે તે વનખંડો કાળો, કાળી કાંતિવાળા અને કાળી છાયાવાળા દેખાય છે.
તે વનખંડોમાં વૃક્ષોની સઘનતાના કારણે સૂર્ય કિરણો પ્રવેશ પામી શકતા નથી તેથી તે વનખંડો શીતલ રહે છે અને તેથી જ તે શીતલ કાંતિ અને શીતલ છાયાવાળા છે. પાંદડા સ્નિગ્ધ, ચીકણા, મુલાયમ હોવાથી તે વનખંડો સ્નિગ્ધ દેખાય છે અને કાળો, નીલ વગેરે વર્ણ ઉત્કૃષ્ટ હોવાથી તીવ્ર, તીવ્ર કાંતિવાળા કહ્યા છે. ઘડિછાપ:- આ વનખંડના વૃક્ષોની છાયા મધ્યભાગમાં અતિ ઘનિષ્ઠ છે, કારણ કે મધ્યભાગમાં ઘણી શાખા પ્રશાખાઓ ફેલાયેલી હોય છે.