________________
[ ૩૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વનખંડનો ભૂમિ ભાગ - તેનો ભૂમિભાગ પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત છે. મણિઓના પાંચ વર્ણ, સુગંધ, સ્પર્શ આદિનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમજ તે ભૂમિભાગ અત્યંત રમણીય અને સમતલ છે. તેની સમતલતાને પ્રદર્શિત કરવા સૂત્રકારે મુરજ, મૃદંગ, સરોવર, કર તલ વિવિધ પશુઓના ચર્મ વગેરે અનેક ઉપમાનો પ્રયોગ કર્યો છે. તે સમતલ ભૂમિભાગ ઉપર અનેક પ્રકારના ચિત્રો, અષ્ટ મંગલ આદિ ચિત્રિત છે. તે ચિત્રો રત્નમય અને અતિ સુંદર હોય છે.
તે તણો અને મણિઓનું વાયુ દ્વારા કંપન થવાથી તેમાંથી મધુર અને દેવોના દિવ્ય ધ્વનિ જેવો દિવ્ય ધ્વનિ પ્રસારિત થાય છે. આ પ્રસંગમાં સૂત્રકારે કેટલાક સંગીતશાસ્ત્ર સંબંધિત વિષયોનો સંકેત કર્યો છે.
૩ત્તરમવાનુંછિત્તી- ઉત્તરમંદા નામની મૂર્છાનાથી યુક્ત. ન્યારા સ્વરૂપની વન गायतोऽतिमधुरा अन्यान्य स्वरविशेषा यान् कुर्वन्नास्तां श्रोतृन् मूर्छितान् करोति किन्तु स्वयमपि મૂચ્છિશ્વ તન નીતિ તિ મૂર્ખના વૃત્તિ] ગાંધાર આદિ અન્ય અન્ય મધુર સ્વરો જ્યારે વિશેષ સ્થાનને પ્રાપ્ત થાય છે, ત્યારે શ્રોતાજનો મૂચ્છિત થઈ જાય અને સ્વયં પણ મૂચ્છિત સમ બની જાય છે, તેવી સ્વર પદ્ધતિને મૂર્ચ્છના કહે છે. ગાંધાર સ્વરની સાત મૂછનાઓ છે- નંદીક્ષુદ્રા, પૂર્ણા, શુદ્ધ, ગંધારા, ઉત્તરગંધારા, સૂક્ષ્મોતર, આયમા અને ઉત્તરમંદા–આ સાત મૂચ્છનાઓ છે.
આ સાત મૂર્છાનામાંથી ઉત્તરમંદા નામની મૂર્ચ્છના જ્યારે અત્યંત પ્રકર્ષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે શ્રોતાજનો અને ગાયક સ્વયં પણ મૂછિત સમાન થઈ જાય છે.
તેવી ઉત્તરમંદા મુર્છાનાથી યુક્ત વીણાના શબ્દોથી તે તણો અને મણિઓના શબ્દો કંઈક ગણા અધિક ઇષ્ટતર છે.
પ્રસ્તુતમાં સંગીતના સ્વર, દોષ, ગુણો, અલંકારની સંખ્યાનો સંકેત કરતાં સરસ પાયે વગેરે શબ્દો છે. સપ્ત સ્વર- (૧) ષજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (૭) નિષાદ.ષડદોષ- (૧) ભીત (ર) દ્રુત (૩) ઉમ્પિત્થ (૪) ઉત્તાલ (૫) કાક સ્વર (૬) અનુનાસ. અષ્ટગુણ(૧) પૂર્ણ (૨) રક્ત (૩) અલંકૃત (૪) વ્યક્ત (૫) અવિધૃષ્ટ (૬) મધુર (૭) સમ (૮) સુલલિત. આ વિષયમાં વિશેષ વર્ણન અનુયોગ દ્વાર સૂત્ર પ્રમાણે જાણવું. સદગત-વર્તતીત-તા- દભુપત્ત –બંસરી તંત્રી(વીણા) આદિવિવિધ વાજિંત્રો હસ્તતલ આદિના તાલ સાથે સુમેળપૂર્વક ગવાતા ગીતનું અહીં કથન છે. વનખંડની વાવડીઓ - તે વનખંડમાં ઠેકઠેકાણે અનેક આકારના અને અનેક પ્રકારના જલાશયો છે. તે જલાશયોમાં અગાધ જલ હોય છે. તેની ચારે દિશામાં ત્રિસોપાન શ્રેણી– ત્રણ-ત્રણ પગથિયા છે. જેના માધ્યમથી જલાશયમાં સરળતાથી ઉતરી શકાય છે. પ્રત્યેક ત્રિસોપાન શ્રેણીની ઉપર સુવર્ણ, રુણ કે રત્નમય તોરણો, તોરણોની ઉપર અષ્ટમંગલના ચિત્રો, ધ્વજા-પતાકા અને છત્રો, છત્રાતિછત્રો શોભી રહ્યા છે.
આ રીતે પદ્મવરવેદિકાની બંને બાજુ વનખંડો છે, જ્યાં વ્યંતર દેવો ક્રીડા માટે આવે છે. જંબૂદ્વીપના દ્વારો :| ३९ जंबुद्दीवस्सणं भंते !दीवस्स कइ दारा पण्णत्ता?गोयमा !चत्तारिदारापण्णत्ता, तंजहा-विजए, वेजयंतेजयंते अपराजिए।