________________
|
४ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| ३६ तस्स णं वणसंडस्स तत्थ तत्थ देसे तहि-तहिं बहवे जाइमंडवगा जूहियामंडवगा मल्लियामंडवगाणवमालियामंडवगावासतिमंडवगादहिवासुयमंडवगासूरिल्लियमंडवगा तंबोलिमंडवगा मुद्दियामंडवगाणागलयामंडवगा अइमुत्तलयामंडवगा अप्फोयामंडवगा मालुयामंडवगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ-તે વનખંડોમાં ઠેક-ઠેકાણે (સ્વર્ણ-રત્નમય) સુગંધી ફૂલવાળી લતાઓ-વેલાઓથી નિર્મિત મંડપો (માંડવાઓ) છે. તે વનખંડોમાં જાઈમંડપ, જૂહીમંડપ, મલ્લિકામંડપ, નવમલ્લિકામંડપ, વાસંતીમંડપ, દધિવાસુકામંડપ, સૂરજમુખીમંડપ, નાગરવેલમંડપ, દ્રાક્ષમંડપ, નાગલતામંડપ, અતિમુક્તક-માધવીલતા મંડપ, અપ્લોયા મંડપ અને માલુકામંડપ આવેલા છે. તે મંડપો રત્નમય, સ્વચ્છ ભાવ મનોહર છે. |३७ तेसुणंजाइमंडवएसु जावमालुयामंडवएसुबहवेपुढविसिलापट्टगा हंसासणसठिया जावदिसासोवत्थियासणसठिया अण्णे य बहवे वरसयणासण-विसिट्ठसंठाणसंठिया पुढविसिलापट्टगापण्णत्तासमणाउसो !आईणगरूयबूस्णवणीयतूलफासासव्वरयणामया अच्छा जावपडिरूवा।
तत्थ णं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयट्टति, हसंति, रमति, ललति, कीलंति, किदृति मोहति, पुरा पोराणाणं सुचिण्णाणं सुपरिक्कताणंसुभाणंकडाणंकम्माणंकल्लाणाणंकल्लाण-फलविवागंपच्चणुब्भवमाणा विहरंति। ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો! તે જાઈ મંડપ યાવત્ માલુકામંડપમાં ઘણા પૃથ્વીમય શિલાપટ્ટકો (શિલાઓ) છે. તે મંડપોમાં હંસાસનના આકારવાળી માવદિશાસ્વસ્તિકના આકારવાળી શિલાઓ છે, તે ઉપરાંત અનેક શ્રેષ્ઠ શય્યા, આસન સદશ વિશિષ્ટ આકારવાળી શિલાઓ પણ છે. તે શિલાઓ ચર્મ, રૂ, બૂર, માખણ, આકડાના(રેશમી) રૂ જેવી સુંવાળી અને કોમળ સ્પર્શવાળી છે. તે રત્નમય, સ્વચ્છ ભાવતું મનોહર છે.
ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ સુખપૂર્વક આરામ કરે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, શરીર લાંબુ કરીને(પડખું ફેરવતા ફેરવતા) વિશ્રામ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, રમણ કરે છે, ઇચ્છાનુસાર ક્રિયા કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિક્રીડા કરે છે. આ રીતે પૂર્વભવમાં ધર્માનુષ્ઠાન આદિ શુભ પરાક્રમથી ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખરૂપ ફળવિપાકનો અનુભવ કરતાં વિચરે છે. | ३८ तीसे णं जगतीए उप्पि अंतो पउमवरवेइयाए एत्थ णं महं एगेवणसंडे पण्णत्ते, देसूणाइंदोजोयणाइविक्खंभेणं वेड्यासमए परिक्खेवेणं किण्हे किण्होभासेवणसंडवण्णओ तणमाणिसद्दविहूणो णेयव्यो।
तत्थ णं बहवे वाणमंतरा देवा देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयदृति हसंति रमति ललंति कीडंति मोहंति पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणंकडाणंकम्माणंकल्लाणाणंकल्लाणंफलवित्तिविसेसंपच्चणुब्भवमाणा विहरति।