SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૩૩ ] કમળોના સમૂહ પદ્મ, નલિન રાવત શતપત્ર, સહસ્રપત્ર કમળોના સમૂહ છે. તે છત્રાદિ સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ અતિ સુંદર છે. | ३३ तासि णंखुड्डाखुडियाणं वावीणं जावबिलपंतियाणं तत्थ तत्थ देसे, तहिं तहिं बहवेउप्पायपव्वयगाणियइपव्वयगा जगईपव्वयगादारुइज्जपव्वयगादगमडवादगमंचगा दगमालगादगपासायगाउसड्डाखुड्डखुड्डगाअदोलगा पक्खदोलगासवरयणामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- વાવડીથી કુવા સુધીના સર્વ જલસ્થાનોમાં અને તેની આસ-પાસ ઘણા પર્વતો છે. જે પર્વત ઉપર વ્યંતર દેવ-દેવીઓ ક્રીડા માટે વૈક્રિય શરીર બનાવે છે તેવા ઉત્પાત પર્વતો, જે પર્વત ઉપર પોતાના ભવધારણીય(મૂળ વૈક્રિય) શરીરથી ક્રિીડા કરે છે તેવા નિયતિ પર્વતો, કિલ્લા જેવા આકારવાળા જગતી પર્વતો, લાકડાથી બનાવેલા અને પર્વત જેવા આકારવાળા દારૂ પર્વતો, તે જળાશયોની વચ્ચે છે તથા સ્ફટિક મણિઓથી નિર્મિત ઉદક(જળ)મંડપો, દકમંચો, દકમાલક(જેડા) અને દક પ્રાસાદો છે, નાના-મોટા હિંડોળાઓ છે. તે પર્વતાદિ સર્વે રત્નનિર્મિત, નિર્મળ |३४ तेसुणं उप्पायपव्वएसुपक्खदोलएसुबहूइ हसासणाई, कोंचासणाइंगरुलासणाई उण्णयासणाइपणयासणाइदीहासणाइभदासणाइपक्खासणाईमगरासणाइंउसभासणाई सीहासणाइपउमासणाइदिसासोवत्थियासणाइसव्वरयणामयाइअच्छाई जावपडिरूवाइ। ભાવાર્થ :- ઉત્પાત વગેરે પર્વતો પરના હિંડોળાઓ ઉપર વિવિધ આકારના આસનો છે, જેમ કેહંસની આકૃતિવાળા હંસાસન, ક્રૌંચપક્ષીની આકૃતિવાળા કચાસનો, ગરુડાસનો, ઉપરની બાજુએ ઉપસેલા ઉન્નતાસનો, નીચે તરફ ઝૂકેલા પ્રણતાસનો, શય્યા જેવા લાંબા દીર્વાસનો, ભદ્રાસનો, પસ્યાસનો, મકરાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને અનેક દિશાસ્વસ્તિકાસનો છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ ભાવત મનોહર છે. | ३५ तस्स णं वणसंडस्सतत्थतत्थ देसेतहिंतहिं बहवे आलियघरगामालियघरगा कयलिघरगालयाघरगा अच्छणघरगापिच्छणघरगामज्जणघरगा पसाहणघरगागब्भघरगा मोहणघरगा सालघरगा जालघरगा कुसुमघरगा चित्तघरगा गंधव्वघरगा आयसघरगा सव्वरयणामया अच्छा जावपडिरूवा । तेसुण आलियघरगेसु जावआयसघरएसुतहिंतहिं बहुइ हसासणाई जावदिसासोवत्थियासणाइंसव्वरयणामयाइं जावपडिरूवाई। ભાવાર્થ - તે વનખંડોમાં ઠેક-ઠેકાણે (સ્વર્ણ-રત્નમય) આલિ નામની વનસ્પતિ જેવા આલિગૃહો, માલિ નામની વનસ્પતિ જેવા માલિગૃહો, કેળ જેવા કદલી ગૃહો, લતાગૃહો, વિશ્રામદાયક આસનોથી સુસજ્જિત આસનગૃહો, પ્રાકૃતિક શોભા કે નાટ્યાદિ જોવા યોગ્ય પ્રેક્ષાગૃહો, સ્નાન માટેના મજ્જનગૃહો, શૃંગારના સાધનોથી સુસજ્જિત પ્રસાધનગૃહો, અંદરના ભાગમાં આવેલા ગર્ભગૃહો, રતિક્રીડા યોગ્ય મોહનગૃહો, શાલગૃહો, જાળીયાવાળા જાલગૃહો, પુષ્પનિર્મિત કુસુમગૃહો, ચિત્રોથી સજ્જિત ચિત્રગૃહો, સંગીતનૃત્ય યોગ્ય ગંધર્વગૃહો, દર્પણોથી નિર્મિત અરીસાગૃહો છે. તે ગુહો રત્નનિર્મિત, સ્વચ્છ યાવતુ મનોહર છે. તે આલિગૃહથી અરીસાગૃહ સુધીના સર્વગૃહોમાં રત્નમય મનોહર હંસાસનો યાવ દિશાસ્વસ્તિકાસનો વગેરે આસનો છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy