________________
ઘટતાં-ઘટતાં ચાર, ત્રણ, બે અને એક રજુ સુધી કમ્મર ઉપર રાખેલા હાથના આકારરૂપે ઊર્ધ્વલોક રચાય ગયો છે. તે બધામાં પાંચ કાયના જીવો ઠાંસી-ઠાંસીને કતાર બદ્ધ રહે છે. કોઈને નડતા નથી પણ સહાયક થાય છે. તે બધા સૂક્ષ્મ જીવો કહેવાય છે. તે જીવોને મારી શકે તેવું સાધન હજુ સુધી ત્રસ જીવો બનાવી શક્યા નથી. તે દષ્ટિગોચર જ થતાં નથી તો તેને મારી પણ કેમ શકાય? અર્થાત્ કોઈથી માર્યા, બાળ્યા, છેદયા, ભેટ્યા થઈ શકતા નથી, ફક્ત પોતાનું આયુષ્ય પુરું થતાં મૃત્યુ પામે છે અને જન્મે છે, તેથી તેઓ શસ્ત્ર પૂફ કહેવાય છે અને તેની ઉપર પાંચ કાયના બાદર જીવો અમુક-અમુક સ્થાનમાં કર્મરાજની આજ્ઞા પ્રમાણે વિચરણ કરે છે. તેના ઉપર શસ્ત્ર પ્રયોગ થાય છે. પ્રથમ પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં બે-બેની વાત આવે છે- ત્રસ અને સ્થાવર. સ્થાવર સૂક્ષ્મ જીવો દષ્ટિગોચર થતા નથી, પણ આ દુનિયામાં તેનું જ જબરજસ્ત રાજ્ય ચાલી રહ્યું છે. તેની મધ્યમાં આ ત્રસ જીવોને રહેવા માટે એક રજુની પહોળાઈવાળી ચૌદ રજુની ઊંચાઈએ જતી ત્રસનાડી રહેલી છે. ત્રસ જીવો તેમાં જ રહે છે તથા આ સ્થાવર જીવોની ઉત્પત્તિ તો આખા લોકમાં થાય છે. તેઓ પણ કર્મરાજની આજ્ઞા પ્રમાણે ૨૩ દ્વારથી જીવી રહ્યા છે. હે સખી ! તું તેનું પણ નિરીક્ષણ કરી લેજે.
ત્રસ જીવો બે પ્રકારે છે– (૧) ગતિ ત્રસ અને (૨) લબ્ધિ ત્રસ. ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો લબ્ધિ ત્રસ છે અને તેજસ્કાય તથા વાયુકાય આ બે સ્થાવરકાય જીવો ગતિ ત્રસ છે. તેનો સંસ્થાન-ચિતાર અનોખો છે. તેને તું જોઈ ચિત્રગત કરજે. આ રીતે પંચેન્દ્રિયમાં નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ, સર્વનો ચિતાર આ આર્ટ ગેલેરીમાં ગોઠવાયેલો છે.
આ જ રીતે પ્રથમ પ્રતિપત્તિ આર્ટગેલેરીમાં એકલા પુગલોના ખુદ આકાર બને છે અને જીવે ગ્રહેલા યુગલોના આકાર બને છે, તેને જ સંસ્થાન કહેવાય છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં સંસ્થાન વિચય કહીને લોકનો આકાર દર્શાવ્યો છે અને લોક સ્વરૂપ ભાવના પણ દર્શાવી છે. અલોકના મધ્યભાગમાં આ લોક ઝુમ્મર સમો શોભે છે. તેમાં મૂળપીઠિકા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોએ જ રચી છે. તેના ઉપરજ બાદરજીવો વસે છે અને પંચેન્દ્રિય સુધીના ત્રસજીવો પણ તેના જ ઉપર ત્રસનાડીમાં વસે છે. તે જ આકારથી નરક, મનુષ્ય લોક, તિરછાલોક, સાગર, દ્વીપ, તોરણ, દ્વાર, જગતી પાવરવેદિકા, દેવલોક વગેરે-વગેરે છે. તે બધા સ્થાનોમાં આ સૂક્ષ્મ જીવોના શરીરો છે અને પુદ્ગલની જ ભૂમિકા છે. કોઈ જગ્યા ખાલી નથી. આ ચિત્રપટની આર્ટનું તું સુક્ષ્મતાથી અવલોકન કરજે. નૈસર્ગિક બનેલું, પર્યાયથી પરિવર્તન પામતું, દ્રવ્ય ગુણથી શાશ્વતું જગત આ રીતે ગોઠવાયેલું છે. હે સખી ! તાત્પર્ય એ જ છે કે આ પ્રતિપત્તિની પ્રતીતિ બરાબર થાય તો સમજાય છે કે આખી એ પ્રતિપ્રત્તિ સૂક્ષ્મ જીવોનાં પ્રબળ પુરુષાર્થની ચેતના દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ વગેણાના જથ્થાથી સજેન પામેલા
(36