________________
છ સંસ્થાન પૈકીનું હુંડ સંસ્થાન અને અજીવ પુદ્ગલ વર્ગણાથી સર્જાયેલા પાંચ પ્રકાર પૈકીનાં આયત, વ્યસ, ચતુરસ વગેરે સંસ્થાનથી ચૌદ રાજ લોકનો આકાર બન્યો છે. તે આકાર શાશ્વત-કાયમી છે, પરંતુ તે આકારને પુદ્ગલોના પર્યાય અવર જવર કરીને વ્યવસ્થિત રાખે છે. જીવો પણ જન્મ મરણ કરતાં, શરીર બનાવતાં-છોડતાં તે આકારને વ્યવસ્થિત રાખે છે. અનંતાઅનંત જીવ રાશિમાંથી એક-એક બહાર નીકળી સિદ્ધ થાય તો પણ તે રાશિ એમ જ રહે છે. સિદ્ધ બને તેટલા સંસારી જીવો ઓછા અવશ્ય થાય છે પરંતુ અનંતાઅનંતનો ભાંગો કાયમી રહે છે.
સ્થવિર ભગવંતોએ આ બે બોલથી આપણને સૂમનું જ્ઞાન અને દર્શન કરાવ્યું અને પછી બીજો બોલબાદરથી તેનું વિશ્લેષણ કરતાં તેને લોકનાદેશ ભાગમાં જ્ઞાનીઓએ જોયા છે તેમ દર્શાવી જાણ કરી કે સૂક્ષ્મ જીવો જ અજીવ પાંચ દ્રવ્ય સાથે લોકમાં આંગુલના અસંખ્યાત ભાગના ક્ષેત્રને અવગાહી-અવગાહીને ઠાંસ-ઠાંસીને પથરાયેલા છે અને વિશેષમાં ભાન એ કરાવ્યું કે વનસ્પતિ સૂક્ષ્મ નિગોદના રૂપમાં અસંખ્યાતા ઔદારિક શરીરના એક-એક શરીરમાં નાનકડા અંગુલના અસંખ્યાતમા ભાગમાં ગોઠવાઈને તેમણે સંપૂર્ણ લોક ભરી દીધો છે, તે બધા જ આકાર-પ્રકાર સૂક્ષ્મ જીવોના તથા પુદ્ગલ વર્ગણાના છે.
- આ રીતે સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિયનું વર્ણન થયું. ત્યારપછી ત્રણ સ્થાવરનું વર્ણન કરતા છેક સિદ્ધાલય સુધીનું અવલોકન ત્રસનાલિકા અને સ્થાવર નાલિકાથી દર્શાવ્યું છે. તો તું જ્ઞાનથી શ્રુતજ્ઞા બનજે અને દર્શનથી ચક્ષુસા બનજે. આ પ્રત્તિપત્તિનું ખૂબ-ખૂબ એકાગ્ર ચિત્તથી વાંચન કરજે, તેમાં અપૂર્વ ભાવભર્યા છે. આ જગત જોયા પછી કંઈ જ આશ્ચર્ય નહીં રહે. જીવો આ રીતે અજીવોમાં બંધનવાળા થઈને પોતાનામાં જ રહ્યા છે. ત્રિલોકદર્શન પ્રતિપત્તિ બીજીની આર્ટ ગેલેરી મારી શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી, ચેતના બહેને કરાવેલા દર્શન સહિતના અભ્યાસથી પુલકિત બની ગઈ અને તેનું દિલ દિમાગ જ્ઞાન ખુબૂથી મઘમઘી ઊઠ્યું. તેને બીજી આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરી અવલોકન કરવાની તેને તાલાવેલી જાગી. શીધ્ર વિરતિનાં વિમાનમાં બેસી ચેતના બહેન પાસે આવી નમન કરી તેણે બીજી ગેલેરીમાં પ્રવેશ કર્યો. ત્યાં લખ્યું હતું- પ્રતિપત્તિ બીજી; ત્રણ-ત્રણના ત્રિવેણી સંગમનો સમાગમ કરો. સૃષ્ટિનું સર્જન કરનાર, જીવને વૈભાવિક ભાવથી મળેલ પ્રકૃતિબંધ; આઠકર્મના ફળરૂપે મળેલ નામકર્મ અને વેદ મોહનીય કર્મની ફળશ્રુતિમાં જેના શરીરના આકાર; તે આકારના કેન્દ્રમાં મોહનીયના ફળરૂપે વિકાસ પામતી વાસનાનું સ્વરૂપ. આઠકર્મના ઉદયનું વેદન કરવાના સ્થાનને વેદ કહેવાય છે. તે વેદવાળા જીવો ત્રણ પ્રકારે હોય છે– સ્ત્રીના આકારરૂપે, પુરુષના આકારરૂપે અને સ્ત્રી-પુરુષ બંનેના પરાક્રમથી રહિત, નહીં સ્ત્રી કે નહીં પુરુષ તેનાથી ભિન્ન નપુંસકના આકારરૂપે,
37