________________
સંયોગથી ઓળખાય છે ? તે જીવો ૧૨૦ પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ બંધમાં બંધાઈ ઉદય, ઉદીરણા, સત્તાના નામે ઓળખાય છે. આ બધું આંદોલન જીવો ઉપર સર્જાય છે અને એમ લાગે છે કે આખા વિશ્વનો રાજા પુદ્ગલ જ ન હોય ! તેથી તેને અનેક લોકોએ એક ઇશ્વરનાં રૂપમાં કલ્પી લીધો છે, પણ જૈન દર્શને તેને જડ પુદ્ગલ કહ્યું છે. તે જીવ ઉપર સવારી કરે છે ત્યારે તે કર્મ નામ ધારણ કરે છે. તે જ કર્મના ફળ કેમ ઉદયમાં આવે છે અને જીવોએ આમંત્રિત આતંકના આંદોલનનું તેણે સર્જન કેમ કર્યું છે? તે આ નગરમાં જોવા મળશે.
બની
આ નગરની નવ પ્રતિપત્તિરૂપ આર્ટ ગેલેરી છે. આટલી વાત કરી ચેતનાબહેને શ્વાસ લીધો અને ચક્ષુસાદેવી સામે જોઈ રહ્યા. ચક્ષુસાદેવી, આ વાતને તે શ્રુતજ્ઞા સાંભળી જ રહ્યા હતાં. તેને જેટલી સમજણ પડી તેટલી ચિત્તમાં ચિત્રના રૂપમાં ગોઠવવા લાગ્યા અને બોલ્યા– બહેન હવે આપણે આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરશું, ત્યાંનું રૂપ જોઈશું, હા...ચક્ષુસા ચાલો.. કરો પ્રવેશ. જુઓ...આ બધા ઘૂમી રહ્યા છે તે જીવો પેલા કાર્મણનાં સ્વેટર ધારણ કરી દોડી રહ્યા છે. તેને સૂક્ષ્મ નામકર્મનો ઉદય થયો છે તેથી તેઓ ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે. કોઈ ઉત્પન્ન થઈ ગયા છે, કોઈ મૃત્યુ પામી રહ્યા છે. અંતર્મુહૂર્તની તેની સ્થિતિ છે. તે સૂક્ષ્મ જીવો કઠોર-કોમળ કાયા ઔદારિકના રૂપમાં મેળવી શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેશ્યા, ઇન્દ્રિય, સમુદ્ઘાત, સંજ્ઞી, અસંશી, વેદ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ, દષ્ટિ, દર્શન, યોગ, ઉપયોગ, આહાર, ઉત્પત્તિ, સ્થિતિ, સમવહત, ચ્યવન, ગતિ-આગતિ એમ ૨૩ દ્વારથી પ્રવેશ કરી કેવું સ્થાન મેળવે છે ? તેની બહુ બારીકાઈથી થતી ક્રિયા હે સખી ! તારે જોવાની છે. કઠોર અને કોમળમાં જે સ્થિત થાય છે તે પૃથ્વીકાય. સૂક્ષ્મ પ્રવાહીના રૂપમાં પ્રગટ થાય છે તે અપ્કાય. તેજના રૂપમાં પ્રગટ થાય તે તેજસ્કાય, હવાના રૂપમાં પ્રગટ થાય તે વાયુકાય કહેવાય છે અને વનસ્પતિમાં સૂક્ષ્મ નિગોદના રૂપે જીવો ઉત્પન્ન થાય છે, તે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. આ બધા સૂક્ષ્મ જીવો છે. તેઓના શરીરના આકારે જ આ લોકનો આકાર સર્જાયેલો છે. લોકનો આખો આકાર આપણા માનવ દેહના આકારે જ છે. નીચેના આકારને અધોલોક કહે છે મધ્યના આકારને તિરછાલોક કહે છે અને ઉપર ઊંચેના આકારને ઊર્ધ્વલોક કહે છે. આ રીતે દરેક પ્રતિપત્તિની આર્ટ ગેલેરીમાં ત્રિલોકનું દર્શન જુદી-જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્રિલોક દર્શન પ્રતિપત્તિ પ્રથમની આર્ટ ગેલેરી : સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો આખા લોકમાં પોતાના નાનકડા શરીરના સંસ્થાનથી આજુબાજુમાં જરા પણ અવકાશ રાખ્યા વિના ગોઠવાઈ ગયા છે કે નીચેના અધોલોકનો આકાર માનવના ચરણ સમો છે. તે સાત રજ્જુની પહોળાઈથી લઈને છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક રજ્જુ, આ રીતે નાભી સુધીનો દેહ રચાયો છે. નાભીની ૧૮૦૦ યોજનની જાડાઈ અને એક રજ્જુ લંબાઈ-પહોળાઈવાળો મધ્યલોક છે. ત્યાંથી પાછો ઉપર ઉઠતાં બે, ત્રણ, ચાર, પાંચ રજ્જુ, ત્યાંથી પુનઃ
35