________________
ચેતનસિંહ અને અજીવ પુદ્ગલરાજસિંહ. (૧) જીવરાજ ચેતનસિંહના ભાઈઓ અનંત શક્તિથી ભરપૂર અનંતાઅનંત છે અને તે અરૂપી છે. (૨) અજીવ પુદ્ગલરાજસિંહભાઈ પણ અનંતાઅનંત પુદ્ગલરૂપ છે પરંતુ તે રૂપી છે.
છે
આ બંનેના અજીવ અરૂપી એવાં બીજા ચાર મિત્રો છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ. કુલ મળી છ મિત્રો જીગરી દોસ્ત બનીને જગતમાં રહે છે. તેમાં આકાશાસ્તિકાય પાસે વિશાળ જગ્યા છે. તે પોતાના પાંચે
ય મિત્રોને ઉદારતાથી જગ્યા આપી દે છે અને કહે છે કે તમે રહો અને હું પણ રહું. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને કાળ, તેઓના શરીર એટલા લાંબા પહોળા છે કે તેઓ ચૌદ રાજલોકમાં વ્યાપક બનીને રહે છે. આ ચારે ય મિત્રો ઋષિરાજ જેવા, અરૂપી, અવિકારી, નિર્લેપી એકબીજામાં સમાહિત થઈને રહે છે. જગ્યાના દાનેશ્વરી આકાશરાજ તો લોક-અલોક બંનેમાં પોતાનું શરીર ફેલાવીને રહ્યા છે. તે સર્વ રીતે સંસારીમાં મોટા છે. આમ આ ચારે ય અંગરક્ષકો જેવા બની મદદ આપીને પેલા અનંતા-અનંત જીવરાશિ તેમજ પુદ્ગલ । રાશિના સહાયક બની રહ્યા છે. આ રીતે કુદરતની અકળકળા સકળમાં સમાઈ રહી છે. નથી કોઈ તેનો કર્તા કે હર્તા, સ્વયં સ્વયંમાં સમાહિત થઈ રહ્યા છે. તો પણ જીવરાજ ચેતનસિંહ, અજીવ પુદ્ગલરાજસિંહ વિકારી બહુરૂપી પોતાની નિજી મૂડી ગુમાવીને આંદોલિત બની ગયા છે. તેને તેમાં જ રસ છે. તેઓ પાસે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની એટલી બધી ગુણ લક્ષ્મી છે કે તે અરસ-પરસ વાપરી નાંખે છે, સાથે મળે છે, વિખેરાય છે અને જીવરાજ ચેતનસિંહ પોતે પણ પોતાની જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપી અનંતગુણ લક્ષ્મીને વેડફી; અરૂપી હોવા છતાં રૂપી તરફ આકર્ષાઈ; આખા લોકમાં પોતે પણ જુદા જુદા સ્થાને રહીને ઠસોઠસ રહ્યા છે. જ્યાં રહ્યા છે ત્યાંથી તે પુદ્ગલ રાજને આમંત્રણ આપી આકર્ષે છે, તેથી તે પુદ્ગલો અનંત-અનંતના રૂપમાં જોડાઈને વર્ગણા બનીને કર્મરૂપે આવીને જીવોનું આવરણ બની જાય છે. આ છે અભિગમ નગરનો ઇતિહાસ. તેની આદિ નથી ને અંત પણ નથી.
હમણાં તેં જે આંદોલન જોયું તે જીવ અને પુદ્ગલનો વિકાર છે. દેખાઈ રહ્યા છે તે અજીવ, જડ, ગતિશીલ રૂપી પુદ્ગલો છે. નથી દેખાતા જીવો, છતાં તેનામાં ચેતના શક્તિ, બળ-વીર્ય-પરાક્રમ છે. જીવ પોતાની શક્તિનો અવળો વપરાશ કરતાં ચારે ય બાજુ ભટકતાં-ભટકતાં પેલા પુદ્ગલરાજ સાથે સંબંધ બાંધવા તૈયાર થાય છે. જે જગ્યા ઉપર જીવ હોય તે જગ્યામાં પેલી વર્ગણા બાજુમાં નાચતી ઘૂમતી અને સ્થિર થતી હોય છે. તે જ્યારે સ્થિર હોય ત્યારે જીવરાજ તેને ખેંચી પોતાની પીઠ ઉપર સવારી કરાવે છે. સવારી કરતી તે વર્ગણા જીવની અનંત શક્તિને રૂંધી પોતાનું શાસન સ્થાપે છે. આખી દુનિયા રાગદ્વેષવાળી બની નૃત્ય કરી રહી છે. તે જીવો કેવી રીતે પુદ્ગલ રાજસિંહના
34