SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર ૩૪૫ | (૪) દ્વીપ-સમુદ્રોનો વિસ્તાર – વિત્થારો અને વિવિહા વિસ્તારની અપેક્ષાએ સર્વદ્વીપ સમુદ્રોવિવિધ પ્રકારના છે. તે દ્વીપ સમુદ્રોડા કુવા પદુખાણી.. પરસ્પર બમણા, વિસ્તારવાળા છે, જેમ કે– જંબૂદ્વીપનો વિખંભ એક લાખ યોજન છે, લવણ સમુદ્રનો ચક્રવાલવિખંભ(ગોળાકાર પહોળાઈ) બે લાખ યોજન છે, ધાતકી ખંડ દીપ ચાર લાખ યોજનાનો છે, કાલોદધિ સમુદ્ર આઠ લાખ યોજનાનો છે. આ રીતે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સર્વ દ્વીપ-સમુદ્રો બમણા-બમણા વિસ્તારવાળા છે. (૫) દ્વીપ-સમુદ્રોનું સ્વરૂપ - માસમાણ વાવિયા ા પ્રત્યેક દ્વીપોમાં સોના, ચાંદી અને રત્નમય પર્વતો અને સમુદ્રોમાં ચંદ્રદ્વીપ અને સૂર્યદ્વીપ છે. તેમ જ પ્રત્યેક દ્વીપ-સમુદ્રને ફરતી વેદિકા અને વનખંડ છે તેમાં પણ મણિમય તૃણ વગેરે હોય છે. આ રીતે દ્વીપ-સમુદ્રોમાં સુવર્ણમય, રત્નમય, રજતમય અનેક સ્થાનો હોવાથી તે પ્રકાશિત લાગે છે. તે જ રીતે અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્યનો પરિવર્તનશીલ પ્રકાશ અને અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યનો સ્થિર પ્રકાશ પણ છે. જ્યોતિષી વિમાનોના પ્રકાશના કિરણોથી પણ દ્વીપ-સમુદ્રો પ્રકાશિત લાગે છે. તેથી સૂત્રકારે દીપ-સમુદ્ર માટે માસમાપવા એટલે કે પ્રકાશમાન કિરણોથી યુક્ત, આ વિશેષણનો પ્રયોગ કર્યો છે. વેદિકા–વનખંડ - જંબુદ્વીપને ફરતી જગતી–કોટ છે અને તેના શિખરતલ પર વેદિકા(પાળી) છે. ત્યાર પછીના પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને ફરતી એક-એક વેદિકા(પાળી) છે. તે વેદિકાની બંને બાજુ એક-એક, તેમ બે વનખંડ છે. આ રીતે દરેક દ્વીપ અને સમુદ્રની સીમારૂપે વેદિકા અને તેની શોભારૂપે બંને બાજુ વનખંડો છે. જંબૂદ્વીપ અને તેની જગતી:| २ तत्थणं अयं जंबुद्दीवेणामंदीवेसव्व दीवसमुदाणंसव्वब्भंतरए सव्वखुड्डाएवढे तेल्लापूयसंठाणसंठिए, वट्टेरहचक्कवालसंठाणसंठिए, वट्टेफुक्खरकण्णियासंठाणसठिए, वट्टे पडिपुण्णचदसठाणसठिए: एक्कंजोयणसयसहस्सआयामविक्खभेण; तिण्णि जोयणसय सहस्साई,सोलसयसहस्साई, दोण्णि यसत्तावीसे जोयणसए, तिण्णि यकोसे, अट्ठावीसं च धणुसयं,तेरस अंगुलाई, अद्धंगुलकंच किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णंएगाए जगईए सव्वओ समता संपरिक्खित्ते। ભાવાર્થ :- આ જંબુદ્વીપ નામનો દ્વીપ સર્વ દ્વીપ સમુદ્રોમાં આત્યંતર-અંદરનો છે, સર્વથી નાનો છે, ગોળાકાર છે, તળેલા માલપુઆ જેવો ગોળ છે. રથના પૈડા જેવો ગોળ છે, કમળની કર્ણિકા જેવો ગોળ અને પૂનમના પ્રતિપૂર્ણચંદ્ર જેવો ગોળ છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ(૩,૧૬રર૭) યોજન ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, સાડા તેર અંગુલથી કંઈક અધિક છે. આ જંબૂદ્વીપ એક જગતી(કોટ)થી ચારે બાજુથી ઘેરાયેલો છે અર્થાત્ જંબૂદ્વીપને ફરતી એક જગતી છે. | ३ साणंजगई अटु जोयणाइंउड्डउच्चत्तेणं, मूले बारस जोयणाइविक्खंभेणं, मज्झे अट्ठयोजणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं, मूले विच्छिण्णा मज्झे संखित्ता उप्पिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy