________________
[ ૩૪૬]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा समिरीया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । ભાવાર્થ :- જગતી આઠ યોજન ઊંચી છે. તેનો વિસ્તાર(પહોળાઈ) મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરથી પાતળી છે. તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાં જેવો છે. તે સંપૂર્ણ વજરત્નમય છે. તે સ્ફટિક સમાન સ્વચ્છ, ગ્લક્ષણ- ચીકણી, સુકોમળ(મુલાયમ), ઘસેલી, માંજેલી હોય તેમ સુંવાળી, રજ રહિત, મેલ રહિત, કાલિમા રહિત છે. તેની દીપ્તિ નિરાવરણ રૂપે પ્રકાશિત છે. તે અનુપમ પ્રભાયુક્ત છે, દિશા-વિદિશાઓમાં તેના કિરણો ફેલાતા હોવાથી તે અત્યંત શોભનીય, ઉદ્યોતયુક્ત, પ્રસન્નતાજનક,દર્શનીય,મનને ગમે તેવી સુંદર અને મનમાં વસી જાય તેવી અતિ સુંદર છે. |४ सा णं जगई एक्केणं जालकडएणं सव्वओ समंता संपरिक्खित्ता । से णं जालकडए अद्धजोयणं उड्डं उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं सव्वरयणामए अच्छे सण्हे लण्हे जावपडिरूवे । ભાવાર્થ :- જગતીની ચારે બાજુ વિશાળ જાળીકટક(જાળીયુક્ત ગેલેરી) છે. તે અર્ધા યોજન ઊંચો અને પાંચસો ધનુષ પહોળો છે. તે સંપૂર્ણ રત્નમય,સ્વચ્છ,
સ્નિગ્ધ,લીસો યાવત્ અતિ સુંદર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જબૂદ્વીપ અને તેની જગતીનું કથન છે.
તિરછાલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આ જંબૂદ્વીપ સર્વપ્રથમ છે. આ દ્વીપ સર્વથી નાનો છે, તેનાથી આગળના સર્વ સમુદ્રો અને દીપો બમણા-બમણા વિસ્તારવાળા છે. જંબૂદ્વીપ ગોળાકાર સંસ્થાને સ્થિત છે. સૂત્રકારે તે ગોળાકારને અનેક ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કર્યો છે. તેલમાં બનાવેલા માલપૂવા, રથના પૈડાં, કમળની કર્ણિકા, પરિપૂર્ણ ચંદ્રની જેમ આ જંબૂદ્વીપ ગોળ છે. તે ચૂડીના આકારનો ગોળ નથી. તેત્તાપૂયઃ- સૈન્ને પક્ષો પૂર્તતાપૂઃ તેલમાં બનાવેલા પૂડલાને તલાપ કહે છે, તેની સમાન જંબુદ્વીપનું સંસ્થાન સમજવું.
આ જંબૂદ્વીપ એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળો છે તથા તેની પરિધિ(પરિક્ષેપ-ઘેરાવો) ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ (૩,૧૬,૨૭) યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ અને સાડાતેર અંગુલથી કાંઈક અધિક છે. (લંબાઈ પહોળાઈથી પરિધિ લગભગ સાધિક ત્રણ ગુણી હોય છે) કંઈક અધિક શબ્દથી પાંચ જવ અને જૂ પ્રમાણનું ગ્રહણ થાય છે. તેમ સૂક્ષ્મ ગણિત કરવાથી સ્પષ્ટ થાય છે. જબલીપની ગતી -આ જંબુદ્વીપની ચારે બાજુ એક જગતી છે. કોઈનગરના સુંદર કોટની જેમ જેબૂદ્વીપને ફરતી જગતી(કોટ) અવસ્થિત છે. તે જગતી સ્ફટિક રત્નમય અને આકાશની સમાન સ્વચ્છ છે. સૂત્રકારે અનેક વિશેષણો દ્વારા તેની સુંદરતાને પ્રગટ કરી છે.