________________
૩૪૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
લોક વિભાગ
(૨) હીપ-સમુદ્રોનું પ્રમાણ - અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો છે. તે અસંખ્ય દ્વીપ સમુદ્રોની મધ્યમાં જંબૂદ્વીપ છે, તેને ફરતો લવણ સમુદ્ર છે, તેને ફરતો ધાતકીખંડ છે. આ રીતે એક દ્વીપ અને એક સમુદ્ર ક્રમશઃ વીંટળાઈને રહેલા છે. તેમાં અંતિમ દ્વિીપ સ્વયંભૂરમણ દ્વીપ અને તેને ફરતો અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ રીતે તિરછાલોકમાં પ્રથમ દીપ જંબૂદ્વીપ છે અને તેના પછી પ્રથમ સમુદ્ર લવણ સમુદ્ર છે અને અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે, ત્યાર પછી અલોક છે. (૩) દ્વીપ-સમુદ્રોનું સંસ્થાનઃ- સંતાન પ્રવિદ વિહાબા સંસ્થાનની અપેક્ષાએ સર્વ દ્વીપ સમુદ્રો એક સમાન ગોળાકાર છે. ગોળાકારમાં પણ જંબુદ્વીપ મધ્યમાં હોવાથી થાળીના આકારે ગોળ છે. ત્યાર પછીના બધા દ્વીપ-સમુદ્રો વલયાકારે ગોળ છે. આ રીતે જંબૂદ્વીપનું સંસ્થાના અન્ય સર્વદ્વીપ સમુદ્રોના સંસ્થાનથી ભિન્ન છે, તેમ છતાં ગોળાકારની સામ્યતા હોવાથી અને થાળીના આકારનો એક જ દ્વીપ હોવાથી સૂત્રકારે સર્વ દ્વીપ-સમુદ્રોનું સંસ્થાન એક સમાન કહ્યું છે. અસંખ્ય દ્વીપ સમુદ્રઃ
અસંખ્ય દ્વીપ–સમુદ્ર
Aવદ
- સરમણદીપ
નદીશ્વર તીર્ષ
નદીશ્વર સમુદ્ર ઈન સમુદ્ર
-
હીર સમ
ઉસ
પકર સમુદ્ર
કાલોલ
જય)
અસંય પ
જખ્ય તપ અને સદા