________________
પ્રતિપત્તિ-૩: જીબૂદીપાધિકાર
૩૪૩.
પ્રતિપત્તિ - ૩
જંબૂઢીપાધિકાર IEEEEEEEEEEEE) અસંખ્ય દ્વીપ-સમુદ્રો:| १ कहि णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? केवइया णं भंते !दीवसमुद्दा पण्णत्ता? केमहालया णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? किं संठिया णं भंते ! दीवसमुद्दा पण्णत्ता? किमागारभावपडोयाराणभते!दीवसमुद्र पण्णत्ता?गोयमा !जबुद्दीवाइयादीवालवणाइया समुद्दा संठाणओएगविहविहाणा वित्थारओ अणेगविहविहाणा दुगुणा दुगुणे पडुप्पाएमाणापडुप्पाएमाणा पवित्थरमाणा-पवित्थरमाणा ओभासमाणवीचिया बहुउप्पलपउमकुमुद णलिण-सुभग-सोगंधियपोंडरीयमहापोंडरीयसतपत्तसहस्सपत्त पप्फुल्लकेसरोवचिया पत्तेयं पत्तेयपउमवरवेझ्यापरिक्खित्ता पत्तेयंपत्तेयवणखडपरिक्खित्तासयंभुरमणपज्जवसाणा अस्सि तिरियलोए असखेज्जादीवसमुद्दा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વીપ સમુદ્રો ક્યાં અવસ્થિત છે? હે ભગવન્! દ્વીપ સમુદ્રો કેટલા છે? હે ભગવન્! દ્વીપ સમુદ્રો કેટલા મોટા છે? હે ભગવન્! તેનો આકાર કેવો છે? હે ભગવન્! તેનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપથી પ્રારંભ થનારા અનેક દ્વીપો છે અને લવણસમુદ્રથી પ્રારંભ થનારા અનેક સમુદ્રો છે. તે દ્વીપો અને સમુદ્રો સંસ્થાનની અપેક્ષાએ(ગોળાકાર હોવાથી) એક સમાન છે. વિસ્તારની અપેક્ષાએ વિવિધ પ્રકારના છે અર્થાત્ તે દીપ અને સમુદ્રો પરસ્પર એક પછી એક બમણા-બમણા વિસ્તારવાળા અને પ્રકાશમાન કિરણોથી યુક્ત છે.
તે દ્વીપ અને સમુદ્રો ખીલેલા અને પરાગથી યુક્ત અનેક સૂર્યવિકાસી પદ્મકમળ, ચંદ્રવિકાસી કુમુદ, કિંઈક રક્ત વર્ણના નલિન, સુભગ-પાવિશેષ, સૌગન્ધિક–વિશેષ પ્રકારના કમળો, શ્વેત પુંડરીક કમળ મહાપંડરીક–સો પાંખડીવાળા કમળો અને હજાર પાંખડીવાળા કમળોથી સદા સુશોભિત છે. તે પ્રત્યેક દ્વીપ સમુદ્રો વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તે આયુષ્યમાન શ્રમણ ! આ તિરછા લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રશ્નોત્તરના માધ્યમથી તિરછાલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું પ્રતિપાદિન છે. જેમ કે– (૧) દ્વીપ-સમુદ્રો કયાં છે? (૨) કેટલા છે? (૩) કેવું સંસ્થાન છે? (૪) કેટલો વિસ્તાર છે? (૫) તેનું સ્વરૂપ કેવું છે? (૧) દ્વીપ સમુદ્રોનું સ્થાન –અધોલોકની ઉપર અને ઊર્ધ્વલોકની નીચે મધ્યમાં ૧૮૦૦યોજન પ્રમાણ જાડાઈ વાળું અને એક રજું પ્રમાણ લાંબું-પહોળું ક્ષેત્ર તિરછાલોક છે. તે તિરછાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.