________________
[ ૩૪ર ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
વૃષભયુગલ આદિ સુંદર, દર્શનીય અને મંગલરૂપ ચિત્રો છે. ત્યાં સુંદર સિહાસનો, છત્ર, ચામરાદિ છે. વિજય આદિ દેવ પોતાના પરિવાર સહિત ત્યાં આવીને આનંદ પ્રમોદ કરે છે. વિજયદેવની રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય જંબુદ્વીપમાં બાર હજાર યોજન અંદર જઈએ ત્યારે વિજયદેવની વિજયા નામની રાજધાની છે. તે ૧૨,000 યોજન લાંબી-પહોળી અને ચંદ્ર જેવી ગોળ છે. તેની ચારે તરફ ૩૭ યોજન ઊંચો કોટ છે. વિજયા રાજધાનીમાં ૫૦૦ દ્વાર છે. તે દ્વારોનું વર્ણન વિજય દ્વારની સમાન છે.
વિજયા રાજધાનીમાં વિજયદેવનો મુખ્ય પ્રાસાદ, સિંહાસન, ભદ્રાસન, છત્ર,ચામર આદિદેવ ઋદ્ધિ તેમજ સુધર્માસભા આદિ પાંચ પ્રકારની સભા વગેરે મુખ્ય સ્થાનો છે.
ઉપપાત સભામાં વિજયદેવની દેવશય્યા છે. તેમાં તે દેવની ઉત્પત્તિ થાય છે. ત્યાર પછી અભિષેક સભામાં નવા ઉત્પન્ન થયેલા વિજયદેવનો અભિષેક થાય છે, અલંકાર સભામાં તેને વિવિધ આભરણો અને અલંકારોથી વિભૂષિત કરાય છે. વ્યવસાય સભામાં તે પુસ્તક રત્નના અધ્યયનથી પોતાના જીવનની સમગ્ર કાર્યવાહીને જાણે છે. સુધર્મા સભામાં સામાનિક દેવો આદિ પારિવારિક ઋદ્ધિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખને ભોગવે છે. આ જ રીતે ચાર ચાર દ્વારના અધિષ્ઠાયક દેવોની રાજધાની તે-તે દિશામાં છે, લવણ સમુદ્ર અને જંબૂદ્વીપના અંતિમ પ્રદેશોની સ્પર્શના– જંબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે અને લવણસમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને સ્પર્શે છે. તેમ છતાં તે-તે પ્રદેશો પોતાના જ કહેવાય છે. તે બંને ક્ષેત્રના જીવો મરીને ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. જબલીપ નામ– જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તરકુરુ નામનું યુગલિક ક્ષેત્ર છે. ત્યાં પ્રથમ આરા(સુષમસુષમાકાલ) જેવા ભાવો પ્રવર્તે છે. તે ઉત્તરકુરુક્ષેત્રમાં જંબુસુદર્શન નામનું પૃથ્વીકાયમય એક શાશ્વતું વૃક્ષ છે. તે વૃક્ષના ફરતા અનેક જંબૂવૃક્ષો છે, તેને કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ છે. જંબૂદ્વીપના અધિષ્ઠાયક, અનાદત નામના વ્યંતર દેવ ત્યાં રહે છે. જ્યોતિષ્ક મંડલ-જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, ૫૬નક્ષત્રો, ૧૭૬ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાઓ પરિભ્રમણ કરી રહ્યા છે. આ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોના કથન સાથે જંબુદ્વીપનું વર્ણન કરતો આ પ્રકરણ પૂર્ણ થાય છે.