________________
પ્રતિપત્તિ-૩ : જબૂતીપાધિકાર
પ્રતિપત્તિ જંબુદ્ધીપાધિકાર
- 3
-
૩૪૧
સંક્ષિપ્ત સાર -
આ પ્રકરણમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં જંબૂદ્વીપ, તેની જગતી, પદ્મવરવેદિકા, વનખંડ, જગતીના ચાર દ્વાર, વિજય દ્વારના અધિષ્ઠાયક વિજય દેવ અને તેની રાજધાની વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ-સમુદ્રો– એક રજ્જુ લાંબા-પહોળા આ તિરછા લોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં એટલે તિરછા લોકની વચ્ચો-વચ્ચે જંબુદ્રીપ છે, તેને ફરતો લવણ સમુદ્ર છે. આ રીતે ક્રમશઃ એક દ્વીપ અને એક સમુદ્ર સ્થિત છે. તેમાં અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. ત્યારપછી અલોક છે. જંબુદ્રીપનો આકાર થાળી જેવો તેમજ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ છે, તે સિવાયના બધા દ્વીપ-સમુદ્રો જંબુદ્રીપને ફરતા હોવાથી ચૂડી જેવા આકારવાળા છે. જંબુદ્રીપ એક લાખ યોજનના વિસ્તાર-વાળો છે. લવણસમુદ્ર તેનાથી બમણો અર્થાત્ બે લાખ યોજનના વિસ્તારવાળો છે. આ રીતે સર્વ દ્વીપ-સમુદ્રો ક્રમશઃ બમણા-બમણા વિસ્તારવાળા છે. પ્રત્યેક દ્વીપ પછી સમુદ્ર છે અને સમુદ્ર પછી પુનઃ દ્વીપ છે. આ જ ક્રમથી અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર સ્થિત છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રની ચારે બાજુ ફરતી પદ્મવરવેદિકા (પાળી) અને વનખંડ છે. જંબૂઢીપને ફરતી જગતી(કિલ્લો) છે અને જગતી ઉપર પદ્મવરવેદિકા તથા વનખંડો છે.
જબૂતીપની જગતી–જંબુદ્રીપની ચારે બાજુ ફરતી આઠ યોજન ઊંચી, બાર યોજન પહોળી જગતી (કિલ્લો) છે. તે જગતી ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. લવણ સમુદ્રની તરફ તે જગતીની મધ્યમાં ચારે બાજુ ગવાક્ષ કટક(જાળીવાળા ગોખલા) છે. જગતીની ઉપર શિખરતલની મધ્યમાં એક પદ્મવરવેદિકા(પાળી) છે અને તેની બંને બાજુ એક-એક વનખંડ છે. તે વનખંડમાં અનેક વાવડીઓ છે. સૂત્રકારે તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જગતી પર અનેક વ્યંતરજાતિના દેવો આનંદ–પ્રમોદને માટે આવે છે, તેથી દેવોને બેસવા માટે આસન, શિલાપટ્ટક આદિ છે.
જબૂદ્દીપના ચાર દ્વાર– મેરુ પર્વતની ચારે દિશામાં જગતીમાં જંબુદ્રીપના ચાર દ્વાર છે. પૂર્વ દિશામાં સીતા નદી ઉપર વિજય દ્વાર, દક્ષિણદિશામાં ભરત ક્ષેત્રના વરદામતીર્થ પાસે વેજયંત દ્વાર, પશ્ચિમ દિશામાં સીતોદા નદી ઉપર જયંત દ્વાર અને ઉત્તરદિશામાં ઐરવત ક્ષેત્રના વરદામતીર્થ પાસે અપરાજિત દ્વાર છે. પ્રત્યેક દ્વાર આઠ યોજન ઊંચા અને ચાર યોજન પહોળા છે. તે મેરુ પર્વતથી ૪૫,૦૦૦ યોજન દૂર છે અને બે દ્વાર વચ્ચેનું અંતર સાધિક ૭૯,૦૫૨ યોજન છે. પ્રત્યેક દ્વાર ઉપર તે તે નામના અધિષ્ઠાયક દેવ છે. વિજયાદિ દ્વાર– દ્વારની અંદર બંને બાજુ નિષીદિકા(બેસવાના ઓટલા) છે. તેમાં ચંદન કળશ, માળા યુક્ત ખીંટીઓ, ચાંદીના શીકાઓ, ધૂપદાની, પૂતળીઓ તથા શોભનીય અને મનોહર ચિત્રો છે. બંને તરફની નિષીદિકાના પ્રકંઠક– પીઠ ઉપર સુંદર પ્રાસાદો છે. તે પ્રાસાદમાં મણિપીઠિકા ચબૂતરો, તેના ઉપર દેવોના સુંદર સિંહાસનો છે.
દ્વારની બહાર પણ બંને બાજુ નિષીદિકા, તેની સામે તોરણ, પૂતળીઓ, હસ્તિયુગલ, અશ્વયુગલ,