________________
૩૩૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કાલ.
તેમાં યથાસ્થાને પ્રાકાર, અટ્ટાલક, દરવાજા, તોરણ અને પ્રતિદ્વાર આદિહોય છે. વ્યંતર દેવોનું નાનામાં નાનું નગર ભરતક્ષેત્ર પ્રમાણ હોય છે તથા મધ્યમ નગર મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને ઉત્કૃષ્ટ નગર જેબૂદ્વીપ પ્રમાણ હોય છે અર્થાત્ પ્રત્યેક નગર સંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે અને તેવા નગરો અસંખ્યાતા છે. વ્યંતર દેવોનું સ્વરૂપ – તે દેવો અત્યંત ચપલ અને ક્રીડા તત્પર હોય છે. તે દેવોને પરિહાસ, કલહકેલી, કોલાહલ, હાસ્ય, વાચાળતા વગેરે ક્રિયાઓ અત્યંત પ્રિય હોય છે. તેઓ સદાય તેવી પ્રવૃત્તિમાં જ તલ્લીન રહે છે. તેના હાથમાં ખડુંગ, મુગલ, ભાલા વગેરે શસ્ત્રો હોય છે. તે શસ્ત્રો, અનેક મણિઓ અને રત્નોના વિવિધ ચિહ્નોવાળા હોય છે. તે દેવો દિવ્ય વસ્ત્રો, દિવ્ય આભૂષણો, દિવ્ય વર્ણાદિ, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાથી દિવ્ય સુખનો અનુભવ કરે છે.
દરેક વ્યંતરેન્દ્ર પોત-પોતાના લાખો નગરાવાસોનું, હજારો સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, આત્મરક્ષકોનું અને બીજા ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં મહાન ઉત્સવની સાથે નૃત્ય, ગીત અને વીણા, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ આદિ વાદ્યોને વગડાવવાથી ઉત્પન્ન થતાં મહાધ્વનિ સાથે દિવ્ય સુખો ભોગવતાં વિચરે છે. વ્યંતર દેવોના નગરાવાસ, ઇન્દ્ર અને ગઢદ્ધિ આદિ:નામ
દક્ષિણના ઇન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર || વર્ણ ૧ પિશાચ
મહાકાલ | શ્યામ
કદંબવૃક્ષ ૨ ભૂત
સુરૂપ પ્રતિરૂપ
શ્યામ
સુલસવૃક્ષ ૩ યક્ષ પૂર્ણભદ્રા માણિભદ્ર
શ્યામ
વટવૃક્ષ ૪ રાક્ષસ
ભીમ મહાભીમ
શ્વેત | ખટ્વાંગવૃક્ષ ૫ કિન્નર
કિન્નર કિંપુરુષ
નીલ
અશોકવૃક્ષ ૬ કિપુરુષ સતપુરુષ મહાપુરુષ
શ્વેત | ચંપકવૃક્ષ ૭ મહોરગ
અતિકાય મહાકાય
શ્યામ
નાગવૃક્ષ ૮ ગંધર્વ
ગીતરતિ ગીતયશ
શ્યામ
તુંબરૂવૃક્ષ ૯ અણપર્ણિક
સન્નિહિત
સામાનિક ૧૦ પણ પર્ણિક
ધાતા
વિધાતા ૧૧ ઋષિવાદિત
ઋષિપાલ ૧૨ ભૂતવાદિત
ઈશ્વર
મહેશ્વર ૧૩ ક્રદિત
સુવત્સ વિશાળ ૧૪ મહાÉદિત
હ્રાસ
હૂાસરતિ ૧૫ કુષ્માંડ || શ્વેત | મહાશ્વેત ૧૬ પતંગદેવ
પતંગ | પતંગપતિ * વ્યંતર દેવોના પ્રત્યેક ઈન્દ્રને સામાનિક દેવો-૪,000, આત્મરક્ષક દેવો-૧૬,000, અગ્રમહિષીઓ-૪, પરિષદ-૩, સેના-૭, સેનાધિપતિ-૭ છે. * વ્યંતર દેવોમાં ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવો હોતા નથી. * વ્યંતર દેવોના અસંખ્યાત લાખ નગરાવાસો અસંખ્ય દ્વીપોની નીચે આવેલા છે.