________________
પ્રતિપત્તિ-૩ : દેવાધિકાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યંતર દેવોના નગરાવાસ અને પરિષદ સંબંધી નિરૂપણ છે. વ્યંતર:-વિવિધમતાં વનન્તાહિમાયત ચેષાં તે અંતઃ । વન આદિ અનેક સ્થાનોમાં આશ્રય કરીને રહેનારા દેવોને વ્યંતર દેવ કહે છે. તદનુસાર વ્યંતર દેવો વન, પર્વત, ગુફા, સ્મશાન વગેરે નિર્જન સ્થાનોમાં રહે છે.
વ્યંતર દેવોના પ્રકાર :– તેના મુખ્ય આઠ પ્રકાર છે. પિશાચ, ભૂત, યસ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગંધર્વ અને મહોરગ. તે પ્રત્યેકમાં દક્ષિણ અને ઉત્તર દિશાના, એમ બે-બે ઇન્દ્રો છે. આ રીતે વ્યંતર દેવોના સોળ ઇન્દ્રો છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) પિશાચોના બે ઇન્દ્ર– કાલ અને મહાકાલ (૨) ભૂતોના બે ઇસુરૂપ અને પ્રતિરૂપ (૩) યક્ષોના બે ઇન્દ્ર– પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૪) રાક્ષસોના બે ઇન્દ્ર– ભીમ અને મહાભીમ (૫)કિન્નરોના બે ઇન્દ્ર– કિન્નર અને કિંપુરુષ (૬) કિંપુરુષોના બે ઇન્દ્ર- સત્પુરુષ અને મહાપુરુષ (૭) મહોરગોના બે ઇન્દ્ર- અતિકાય અને મહાકાય (૮) ગંધર્વોના બે ઈન્દ્ર- ગીતરતિ અને ગીતયશ.
ઉક્ત બબ્બે ઇન્દ્રોમાંથી પ્રથમ નામવાળા ઇન્દ્ર દક્ષિણ દિશાવર્તી છે અને બીજા નામવાળા ઇન્દ્ર ઉત્તર દિશાવી છે.
વ્યંતર દેવોના નગરોનાં સ્થાન :
'
વાવ ૧૧૧૧ યાય ય
અસંખ્ય
વ્યંતર
દેવોના
દીપ
૩૩૫
મેરુપર્વત
સમુદ્રો
સિદ્
멋 ધિ તાત I
નિ
'
કા
ય
I
||વ
લાલાલા યયય
I
1
રત્નપ્રભાનો પ્રથમ સીમાંતક પ્રસ્તટ
D A O
ઃ–
વ્યંતરોના નગરોનું સ્થાન :– વ્યંતર દેવોના આવાસ સ્થાનને નગર કહે છે. પ્રજ્ઞાપના સૂત્ર, પદ–૨ અનુસાર રત્નપ્રભા પૃથ્વીના છતરૂપ ૧૦૦૦ યોજનના રત્નકાંડમાં ઉપર અને નીચે સો-સો યોજન છોડીને વચ્ચે ૮૦૦ યોજનમાં વાણવ્યંતર દેવોના તિરછા અસંખ્યાત લાખ ભૌમેય—ભૂમિગૃહ સમાન નગરાવાસ છે. નગરીનું સ્વરૂપ :– તે ભૌમેય નગરો બહારથી ગોળ, અંદરથી ચોરસ તથા નીચેથી કમળ કર્ણિકાના આકારે સંસ્થિત છે. તેની ચારે ય બાજુ ઊંડી અને પહોળી(વિસ્તૃત) ખાઈઓ અને પરિખાઈઓ હોય છે.