________________
૩૩૦
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
चोत्तीसा चोयाला, अट्ठत्तीसंच सयसहस्साई । पण्णा चत्तालीसा, दाहिणओ होति भवणाई॥ तीसा चत्तालीसा, चोत्तीसंचेवसयसहस्साई।
छायाला छत्तीसा, उत्तरा होति भवणाई॥ દક્ષિણ દિશાના અસુરકુમારોના ૩૪ લાખ ભવન, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણકુમારોના ૩૮ લાખ, વાયુકુમારોના ૫૦ લાખ; શેષ -દ્વીપ, દિશા, ઉદધિ, વિધુત, સ્વનિત અને અગ્નિકુમાર, આ પ્રત્યેકના ૪૦-૪૦ લાખ ભવન છે. આ રીતે દક્ષિણ દિશાના ભવનપતિ દેવોના ભવનોની સંખ્યા ૩૪ લાખ +૪૪ લાખ+૩૮ લાખ+૫૦ લાખ+(૪૦x૬)ર૪૦ લાખ= ૪,૦૬,00,000 (ચાર કરોડ, છ લાખ થાય) છે.
ઉત્તર દિશાના અસુરકુમારોના ૩૦ લાખ ભવન, નાગકુમારોના ૪૦ લાખ, સૂવર્ણકુમારોના ૩૪ લાખ, વાયુકમારોના ૪૬ લાખ, શેષ છ–ના પ્રત્યેકના ૩૬-૩૬ લાખ ભવનો છે. આ રીતે ઉત્તર દિશાના ભવનપતિઓના ભવનોની સંખ્યા ત્રણ કરોડ છાસઠ લાખ ૩, ૬, 00, 000 થાય છે.
આ પ્રમાણે બંને દિશાઓના ભવનપતિદેવોના ભવનોની સંખ્યાને ગણતાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનો છે. નાગકુમારોના ચોરાસી લાખ, સુવર્ણ કુમારોના ૭૨ લાખ, વાયુ કુમારોના ૯૬લાખ દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર, આ છ ભવનપતિઓના પ્રત્યેકના ૭૬-૭૬ લાખ ભવનો છે. કુલ મળીને સાત કરોડ બોતેર લાખ(૭,૭૨,00,000) ભવનપતિના ભવનો છે.
તે ભવનોમાંથી કેટલાક અસંખ્યાત યોજનાના અને કેટલાક સંખ્યાત યોજનના હોય છે. નાનામાં નાનું ભવન જેબૂદ્વીપ પ્રમાણ એક લાખ યોજનનું હોય છે. ભવનોનું સ્વરૂપ - પ્રસ્તુત સૂત્રમાં ભવનોના સ્વરૂ૫ વર્ણન માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદનો અતિદેશ કર્યો છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર તેનું વર્ણન આ પ્રમાણે છે
તે ભવનો બહારથી ગોળ અંદરથી સમચોરસ તથા નીચે પુષ્કર-કમળ કર્ણિકાના આકારે છે. તે ભવનોની ચારે બાજુ જાણે કોતરેલ હોય તેવી સ્પષ્ટ અંતરવાળી, ઊંડી અને વિશાળ ખાઈઓ અને પરિખાઈઓ છે, તેમાં ચારે તરફ કિલ્લા, અટ્ટાલક–ઝરુખા, બારણા, તોરણો અને નાની બારીઓ છે; યંત્રો, શતનીઓ, મૂશળ, મુસુંઢી નામક શસ્ત્રો છે. તે ભવનો શત્રુઓ દ્વારા અયોધ્ય– યુદ્ધ ન કરી શકાય તેવા, હંમેશાં વિજય પ્રાપ્ત, સદા સુરક્ષિત તથા અડતાલીશ કોઠા-ઓરડાથી યુક્ત, અડતાલીશ વનમાળાઓથી સુસજ્જિત, પરકૃત ઉપદ્રવરહિત, કલ્યાણમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભવનો અત્યધિક ચમકતા અને સુશોભિત દેખાય છે, તેના પર ગોશીષચંદન તથા રક્તચંદનથી પાંચ આંગળીઓ યુક્ત હાથના થાપાઓ છે, યથાસ્થાને ચંદન કળશો સ્થાપેલા છે, તેના લઘુદ્ધાર-બારીઓનો દેશભાગ ચંદન કળશોના તોરણોથી સુશોભિત છે, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી વિપુલ અને ગોળાકાર ઝુમખાવાળી પુષ્પમાળા તથા પંચવર્ષી તાજા સરસ સુગંધી પુષ્પોના ઢગલાઓથી સુવાસિત છે, કાલાગુરુ, શ્રેષ્ઠ ચંદન, લોબાન તથા ધૂપની મહેકથી મઘમઘાયમાન, રમણીય, ઉત્તમ અને સુગંધિત હોવાથી સુગંધની ગુટિકા સમાન લાગે છે. અપ્સરાગણના સમુદાયથી વ્યાપ્ત, દિવ્ય વાંજિત્રોના શબ્દોથી ગુંજાયમાન, સર્વ રત્નમય, સ્વચ્છ, સુંવાળાસ્નિગ્ધ, કોમળ, ઘસેલા, લૂછેલા, રજરહિત, નિર્મળ, નિષ્પક, નિરાવરણ, કાંતિયુક્ત, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, કિરણોથી યુક્ત, શીતળ પ્રકાશયુક્ત, મનને પ્રસન્ન કરનારા, દર્શનીય-જોવા યોગ્ય, અત્યંત રમણીય અને મનોહર હોય છે. આ પ્રકારની વિશેષતાઓથી યુક્ત ભવનાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન છે.
તે ભવનાવાસોમાં ઘણા અસુરકુમાર દેવો નિવાસ કરે છે. તે દેવો કાળા, લોહિતાક્ષરત્ન તથા ચણોઠી