________________
પ્રતિપત્તિ-૩: દેવાધિકાર
[ ૩૨૯ ]
નાગકુમારેન્દ્ર) ભૂતાનંદની સમાન કહેવી જોઈએ. પરિષદના દેવ-દેવીઓની સંખ્યા તથા સ્થિતિ પણ તે જ રીતે પોત-પોતાની દિશાના નાગકુમારેન્દ્રની જેમ જાણી લેવી જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં ભવનપતિ દેવોના ભવનોના સ્થાન, સંખ્યા,સ્વરૂપ, દેવ-દેવી પરિવાર અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે. ભવન - ભવનપતિ જાતિના દેવોના આવાસને ભવન કહે છે. તે દેવો ભવનોમાં રહે છે તેથી તેને ભવનપતિ દેવ કહે છે. તેના દશ પ્રકાર છે– અસુરકુમાર, નાગકુમાર આદિ. ભવનપતિ દેવોમાં અસુરકુમાર આદિ પ્રત્યેક જાતિના દેવોમાં બે-બે ઇન્દ્રો છે. તે ક્રમશઃ દક્ષિણ અને ઉત્તર દિશાના ઇન્દ્રો કહેવાય છે. જેમ કે દક્ષિણ દિશાના અસુરકુમાર જાતિના ઇન્દ્ર ચમરેન્દ્ર અને ઉત્તરદિશાના અસુરકુમાર જાતિના ઇન્દ્ર બલીન્દ્ર છે. આ જ રીતે નવનિકાયના દેવોમાં પણ બે-બે ઇન્દ્રો છે, તેથી ભવનપતિ દેવોમાં કુલ ૨૦ ઇન્દ્રો છે.
દક્ષિણ દિશાના અસુરકુમારોના ઇન્દ્ર ચમર, નાગકુમારોના ધરણ, સુવર્ણકુમારોના વેણુદેવ, વિધુતકુમારોના હરિકત, અગ્નિકુમારોના અગ્નિશિખ, દ્વીપકુમારોના પૂર્ણ, ઉદધિકુમારોના જલકાંત, દિશાકુમારોના અમિતગતિ, વાયુકુમારોના વેલંબ અને સ્વનિત કુમારોના ઘોષ ઇન્દ્ર છે.
ઉત્તર દિશાના અસુરકુમારોના ઈન્દ્ર બલિ, નાગકુમારોના ભૂતાનંદ, સુવર્ણકુમારોના વેણુદાલી, વિધુતકુમારોના હરિસ્સહ, અગ્નિકુમારોના અગ્નિમાણવ, દ્વીપકુમારોના વિશિષ્ટ, ઉદધિકુમારોના જલપ્રભ, દિશાકુમારોના અમિતવાહન, વાયુકુમારોના પ્રભંજન અને સ્વનિત કુમારોના મહાઘોષ છે. તે દરેક ઇન્દ્રોના ભવનો, દેવ પરિવાર આદિ ઋદ્ધિ ભિન્ન-ભિન્ન હોય છે. દસ જાતિના તે દેવોના મુગટ તથા આભૂષણોમાં પોત-પોતાના સ્વતંત્ર ચિહ્ન અંકિત હોય છે. તે અસુરકુમાર આદિ દેવોમાં ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચૂડામણિ (૨) નાગની ફેણ (૩) ગરૂડ (૪) વજ (૫) પૂર્ણ કલશ (૬) સિંહ (૭) શ્રેષ્ઠ અશ્વ (૮) હસ્તિ (૯) મકર (૧૦) વર્ધમાનક. ભવનોનું સ્થાન – રત્નપ્રભા પૃથ્વીનો ૧,૮૦,૦00 યોજન જાડાઈવાળો પૃથ્વીપિંડ છે. તેમાં ઉપર અને નીચે 1000-1000 યોજન છોડીને મધ્યના ૧,૭૮,000 યોજનમાં તેર પ્રસ્તટ-પાથડા અને બાર આંતરા છે. પ્રત્યેક પ્રસ્તટ ૩000 યોજન ઊંચા છે. દરેક પ્રતટની વચ્ચેની ખાલી જગ્યાને આંતરા કહે છે. કુલ તેર પ્રસ્તટની વચ્ચે બાર આંતરા છે.
તે બાર આંતરામાં ઉપરના બે આંતરાને છોડીને પછીના ત્રીજાથી બારમા સુધીના એક-એક આંતરામાં એક-એક જાતિના ભવનપતિ દેવો, તેમ દશ આંતરામાં દશ જાતિના ભવનપતિ દેવો રહે છે. તેમાં દક્ષિણ દિશામાં દક્ષિણદિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર રહે છે. ઉત્તર દિશામાં ઉત્તર દિશાના ઇન્દ્રો અને તેના પરિવાર રહે છે. શ્રી ભગવતી સૂત્ર શતક-૨, ઉદ્દેશક-૮ પ્રમાણે અસુરકુમાર દેવોના સ્થાન ત્રીજા અંતરમાં અર્થાત્ સમ ભૂમિથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજન નીચે છે. પરંપરામાં ક્યાંક આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કે બાર આંતરામાંથી ઉપર અને નીચેનું એક-એક આંતરું ખાલી છે. બીજાથી અગિયારમાં આંતરામાં ક્રમશઃ દશે જાતિના ભવનપતિ દેવો રહે છે. પરતું આગમ પ્રમાણથી ચમરેન્દ્ર-બલીન્દ્ર બને અસુરકુમારેન્દ્રોની રાજધાની ત્રીજા આંતરામાં સિદ્ધ થાય છે. તેથી પ્રસ્તુત સંપાદનમાં ત્રીજાથી બારમાં આંતરામાં દશે ભવપતિના આવાસોનું નિરૂપણ કર્યું છે. ભવનોની સંખ્યા - ઉત્તર દિશાના ભવનપતિદેવોના ભવનોની સંખ્યા આ પ્રમાણે છે