________________
[ ૩૨૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
बाहिरियाए परिसाए सत्तरं देवसाहस्सीओ पण्णत्ताओ। अभितरियाए परिसाए दो पणवीसंदेविसया णं पण्णत्ता, मज्झिमियाए परिसाए दो देविसया पण्णत्ता, बाहिरियाए परिसाए पण्णत्तरं देविसय पण्णत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવો છે? અને બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવો છે? આતર પરિષદમાં કેટલી દેવીઓ છે? મધ્યમ પરિષદમાં કેટલી દેવીઓ છે? અને બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે?
ઉત્તર- હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદમાં પચાસ હજાર દેવો છે, મધ્યમ પરિષદમાં સાઠ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં સિત્તેર હજાર દેવો છે, આત્યંતર પરિષદમાં બસ્સો પચીસ દેવીઓ, મધ્યમ પરિષદમાં બસ્સો દેવીઓ અને બાહ્ય પરિષદમાં એકસો પંચોતેર દેવીઓ છે.
२० भूयाणंदस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो अभितरियाए परिसाए देवाणं केवइयंकालं ठिई पण्णत्ता? जावबाहिरियाए परिसाए देवीणं केवइयंकालं ठिई પુણતા ?
गोयमा ! भूयाणंदस्सणंणागकुमारिंदस्स णागकुमाररण्णो अभितरियाए परिसाए देवाणंदेसूणंपलिओवमंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए देवाणंसाइरेगंअद्धपलिओवर्म ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं अद्धपलिओवम ठिई पण्णत्ता, अभितरियाए परिसाए देवीणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं देसूर्ण अद्धपलिओवमंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीणं साइरेगंचउब्भागपलिओवम ठिई पण्णत्ता । अत्थो जहा चमरस्स। ___अवसेसाणं वेणुदेवादीणं महाघोसपज्जवसाणाणं ठाणपदवत्तव्वया णिरवसेसा भाणियव्वा, परिसाओजहा धरण-भूयाणंदाणं । दाहिणिल्लाणंजहा धरणस्स उत्तरिल्लाणं जहा भूयाणंदस्स, परिमाणं वि, ठिई वि॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે યાવતુ બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન પલ્યોપમ, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાધિક અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક અધિક પા(ડુ) પલ્યોપમની છે. શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું.
શેષ વેણુદેવથી મહાઘોષ સુધીના ઇન્દ્રોના સ્થાન સંબંધી વક્તવ્યતા સ્થાન પદ અનુસાર જાણવી જોઈએ. તેમની પરિષદના વિષયમાં ભિન્નતા છે, તે આ પ્રમાણે છે– દક્ષિણ દિશાના ભવનપતિ ઇન્દ્રોની પરિષદ (દક્ષિણી નાગકુમારેન્દ્ર) ધરણેન્દ્રની સમાન અને ઉત્તરદિશાના ભવનપતિના ઇન્દ્રોની પરિષદ (ઉત્તરી