________________
પ્રતિપત્તિ-૩: દેવાધિકાર
[ ૩૨૫ ]
બીજું કારણ એ છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કોઈ પણ સારા-નરસા કૌટુંબિક કામ ઉપસ્થિત થાય ત્યારે આવ્યંતર પરિષદના દેવો સાથે વિચારણા કરે છે, તેની સંમતિ લે છે. મધ્યમ પરિષદને પોતાના નિશ્ચિત કાર્યની સુચના આપીને તેના કારણ આદિ વિસ્તારથી સમજાવે છે અને બાહ્ય પરિષદને નિશ્ચિત થયેલા કાર્યનો આદેશ જ આપે છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પરિષદછે– સમિતા, ચંડા અને જાતા. આત્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદને જાતા કહેવાય છે. | ११ कहिणं भंते ! उत्तरिल्लाणं असुरकुमाराणं भवणा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावबली एत्थ वइरोयणिदेवइरोयणराया परिवसइ जावविहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના અસુરકુમારોના ભવનો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું થાવ ત્યાં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ નિવાસ કરે છે યાવતુ તે સુખોપભોગ પૂર્વક રહે છે. | १२ बलिस्स णं भंते ! वयरोयणिंदस्स वइरोयणरण्णो कइ परिसाओ पण्णत्ताओ। गोयमा! तिण्णि परिसाओ,तं जहा-समिया चंडा जाया । अभितरिया समिया, मज्झमिया चंडा, बाहिरिया जाया।
बलिस्सणंवइरोयणिंदस्सवइरोयणरण्णो अभितरियाए परिसाए कइ देवसहस्सा? मज्झिमियाए परिसाए कइ देवसहस्सा जावबाहिरियाए परिसाए कइ देविसया पण्णत्ता?
गोयमा ! बलिस्सणं वइरोयणिदस्स वइरोयणरण्णो अभितरियाए परिसाए वीसं देवसहस्सा पण्णत्ता, मज्झिमियाए परिसाए चउवीसंदेवसहस्सा पण्णत्ता, बाहिरियाए परिसाए अट्ठावीसं देवसहस्सा पण्णत्ता । अभितरियाए परिसाए अद्धपंचमा देविसया पण्णत्ता, मज्झिमियाए परिसाए चत्तारि देविसया पण्णत्ता, बाहिरियाए परिसाए अद्भुट्ठा વિપUત્તા.
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની કેટલી પરિષદ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે, યથા– સમિતા, ચંડા અને જાતા. આત્યંતર પરિષદ સમિતા, મધ્યમ પરિષદ ચંડા અને બાહ્ય પરિષદ જાતા છે.
પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવો છે? યાવત બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે? ઉત્તર- હે ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આત્યંતર પરિષદમાં વીસ હજાર દેવો છે, મધ્યમ પરિષદમાં ચોવીસ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં અઠ્ઠાવીસ હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં સાડા ચારસો દેવીઓ, મધ્યમ પરિષદમાં ચારસો દેવીઓ અને બાહ્ય પરિષદમાં સાડા ત્રણસો દેવીઓ છે. |१३ बलिस्स णं भंते ! एवं ठिईए पुच्छा जावबाहिरियाए परिसाए देवीणं केवइयं काल ठिई पण्णत्ता?