________________
| પ્રતિપત્તિ-૩: દેવાધિકાર
[ ૩૨૧]
પ્રતિપત્તિ-૩ દેવાધિકાર
દેવોના ભેદ-પ્રભેદ - | १ से किंतं भंते ! देवा? गोयमा ! देवा चउव्विहा पण्णत्ता,तंजहा- भवणवासी वाणमतरा जोइसिया वेमाणिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવોના ચાર પ્રકાર છે(૧) ભવનવાસી, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક, (૪) વૈમાનિક. | २ से किंतंभंते ! भवणवासी ? गोयमा ! भवणवासी दसविहा पण्णत्ता,तंजहाअसुरकुमारा, एवं जहा पण्णवणापदे देवाणं भेओतहा भाणियव्वो जाव अणुत्तरोववाइया पंचविहा पण्णत्ता,तंजहा-विजय वेजयंत जावसव्वट्ठसिद्धगा,सेतं अणुत्तरोववाइया તેવામાં ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવોના દશ પ્રકાર છે– અસુરકુમારાદિ દેવોના ભેદોનું કથન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું જોઈએ યાવત અનુત્તરોપપાતિક દેવોના પાંચ પ્રકાર છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) અને સર્વાર્થસિદ્ધ. આ અનુત્તરોપપાતિક દેવોનું કથન થયું. વિવેચન :દેવોના ભેદ-પ્રભેદ-ભવનપતિ દેવોના ૧૦ ભેદ છે– (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુત્યુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. તે દશના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ૨૦ ભેદ થાય છે.
- વાણવ્યંતર દેવોના ૮ ભેદ છે– (૧) કિન્નર (૨) કિંપુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૧૬ ભેદ થાય છે.
જ્યોતિષીના પાંચ પ્રકાર છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ૧૦ ભેદ થાય છે.
વૈમાનિક દેવોના બે પ્રકાર છે– (૧) કલ્પોપપત્રક અને (૨) કલ્પાતીત. કલ્પોપન્નક દેવોના ૧૨ પ્રકાર છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનસ્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અને અશ્રુત.
કલ્પાતીત દેવોના બે પ્રકાર છે– રૈવેયક અને અનુત્તરોપપાતિક. રૈવેયક દેવોના ૯ ભેદ છે. (૧) અધસ્તન-અધતન (૨) અધિસ્તન-મધ્યમ (૩) અધતન-ઉપરિમ (૪) મધ્યમ-અધસ્તન (૫) મધ્ય-મધ્યમ