________________
૩રર
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(s) મધ્યમ-ઉપરિમ (૭) ઉપરિમ-અધસ્તન (0) ઉપરિમ-મધ્યમ અને (૯) ઉપરિમ- ઉપરિમ.
અનુત્તરોપપાતિક દેવોના પાંચ પ્રકાર છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. વૈમાનિક દેવોના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બાવન ભેદ થાય છે. આ રીતે અહીં દેવોના કુલ મળીને ૧૦+૮+૫+૨૬૦૪૯૪૨=૯૮ ભેદ થાય છે.
અન્યત્ર દેવોના ૧૯૮ ભેદોનું કથન છે. તેમાં ૧૦ ભવનપતિ+૧૫ પરમાધામી=૨૫ ભેદ, વ્યંતરના ૧૬ વ્યંતર+૧૦ જૂભકા=૨૬, જ્યોતિષીના પાંચ ચર+પાંચ સ્થિર-૧૦ ભેદ, વૈમાનિકના ૧૨ દેવલોક+૯ લોકાન્તિક+૩ કિલ્વીષી+૯ રૈવેયક+પાંચ અનુત્તર વિમાન=૩૮, કુલ ૯૯ ભેદ થાય છે તેના પર્યાપ્તા અને અપર્યાપ્તાને ગણતાં દેવોના ૧૯૮ ભેદ થાય છે. ભવનવાસી દેવોના ભવન આદિ - | ३ कहिणंभंते ! भवणवासिदेवाणंभवणा पण्णत्ता? कहिणंभंते ! भवणवासी देवा परिवति? गोयमा !इमीसेरयणप्पभाएपुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए, एवं जहा पण्णवणाए जावभवणा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । एत्थ णं भवणवासीणंदेवाणंसत्तभवणकोडीओबावत्तरि भवणवाससयसहस्सा भक्तीतिमक्खाया। तत्थ णं बहवे भवणवासी देवा परिवसंति- असुराणागसुवण्णा य, जहा पण्णवणाए जाव विहरति। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના ભવન ક્યાં છે? હે ભગવન્!તે ભવનવાસી દેવો ક્યાં રહે છે? ઉત્તર-હે ગૌતમ! એક લાખ એસી હજાર યોજનની જાડાઈવાળી આરત્નપ્રભાપૃથ્વીના એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચેના ભાગને છોડીને શેષ મધ્યગત એક લાખ ઇટ્ટોતેર હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં ભવનવાસી દેવોના ભવન છે, ઇત્યાદિ વર્ણન પ્રશાપના પદ-૨ અનુસાર જાણવું જોઈએ વાવ તે ભવનો દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે. ત્યાં તે દેવોના સાત કરોડ બોતેર લાખ ભવનાવાસ છે. તેમાં ઘણા ભવનવાસી દેવો રહે છે, યથા– અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ. તેઓનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવતું તે દેવો પુણ્યોપભોગ કરતાં વિચરે છે. |४ कहिं णं भंते ! असुरकुमाराणं देवाणं भवणा पण्णत्ता, पुच्छा? गोयमा ! जहा पण्णवणा ठाणपदे जावविहरति । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોના ભવન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર જાણવું યાવતું તે દેવો સુખ પૂર્વક રહે છે. | ५ कहिणं भंते ! दाहिणिल्लाणं असुरकुमारदेवाणं भवणा पण्णत्ता? गोयमा ! एवं जहा ठाणपदे जावचमरे तत्थ असुरकुमारिंदे परिवसइ जावविहरइ । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદ અનુસાર જાણવું યાવતુ અસુરકુમારોના ઇન્દ્ર ચમર ત્યાં દિવ્ય સુખોપભોગ કરતાં વિચરે છે.