________________
[ ૩૨૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રમાણ ક્ષેત્રમાં એટલે ૯00 યોજન સુધીના ક્ષેત્રમાં જ્યોતિષી દેવોના વિમાનો છે. તેના પાંચ પ્રકાર છેચંદ્ર,સૂર્ય,ગ્રહ, નક્ષત્ર અને તારા.
તેમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યને પરિવાર રૂપે ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે.
અસંખ્યદ્વીપ સમુદ્રોમાં અસંખ્ય ચંદ્ર અને સૂર્ય પોતાના ઉપરોક્ત પરિવાર સહિતસ્થિત છે. અઢીદ્વીપના જ્યોતિષી દેવો ગતિશીલ છે, તેના કારણે રાત્રિ-દિવસ થાય છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષીદેવો સ્થિર છેત્યાં સદાને માટે સમાન કાલ હોય છે, ત્યાં રાત્રિ-દિવસ આદિ થતાં નથી.
તે દેવોમાં ઢંબા, ત્રુટિતા અને પર્વા નામની આત્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદ હોય છે. તે દેવો પોતાના વ્યવહાર પ્રમાણે પરિવાર સહિત સુખ પૂર્વક રહે છે. આ રીતે આ પ્રકરણમાં ત્રણ જાતિના દેવોનું કથન છે.