________________
પ્રતિપત્તિ—૩ : દેવાધિકાર
પ્રતિપત્તિ - ૩ દેવાધિકાર
૧૯
સંક્ષિપ્ત સાર
આ પ્રકરણમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક દેવોના ભેદ-પ્રભેદ અને ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોના સ્થાન, તેમની પરિષદના નામ, દેવ-દેવીઓની સંખ્યા સ્થિતિ વગેરે વિષયોનું કથન છે. દેવોના ભેદ– દેવોની મુખ્ય ચાર જાતિ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તેના ભેદ-પ્રભેદ પ્રથમ પ્રતિપતિ અનુસાર જાળવા.
ભવનપતિ– ભવનપતિ દેવોનાં સ્થાન અધોલોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજન ક્ષેત્રમાં ૧૩ પાઘડા અને ૧૨ આંતરા છે. બાર આંતરામાંથી ઉપરના બે આંતરા છોડીને પછીના દશ આંતરામાં ક્રમશઃ દશ પ્રકારના ભવનપતિદેવોના સ્થાન છે.
દો પ્રકારના ભવનપતિ દેવોમાં દક્ષિણદિશામાં રહેતા દેવો દક્ષિણ દિશાના અને ઉત્તરદિશામાં રહેતા દેવો ઉત્તરદિશાના કહેવાય છે. બંને દિશાના ઇન્દ્રો અને તેના પરિવાર આદિ ભિન્ન-ભિન્ન છે. આ રીતે દશ ભવનપતિ દેવોના વીસ ઇન્દ્રો છે અને કુલ ૭,૭૨,૦૦,000(સાત કરોડ બોતેર લાખ) ભવનો છે. ભવનપતિ દેવોના સર્વે ઇન્દ્રોની આત્યંતર, મધ્યમ અને બાણ, ત્રણ પ્રકારની પરિષદ હોય છે. તેના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાતા છે. તેમાં આત્યંતર પરિષદથી ક્રમશઃ મધ્યમ અને બાહ્ય પરિષદમાં દેવોની સંખ્યા અધિક હોય છે અને દેવીઓની સંખ્યા અને સ્થિતિ અલ્પ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત સુખોપભોગ કરતાં રહે છે.
વ્યંતર– વ્યંતર દેવોના સ્થાન તિરછા લોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર અને નીચે સો-સો યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વ્યંતરદેવોના અસંખ્ય નગરો છે. તેમાં નાનામાં નાનું નગર ભરતક્ષેત્ર પ્રમાણ અને મોટામાં મોટું નગર જંબુદ્રીપ પ્રમાણ છે અર્થાત્ વ્યંતર દેવોના નગરો સંખ્યાત યોજનના જ હોય છે અને તેવા નગરો અસંખ્યાતા છે, તેમાં અસંખ્યાતા વ્યંતર દેવો રહે છે.
તે દેવો કુતૂહલ પ્રિય, ક્રીડાપ્રિય, અત્યંત ચંચળ હોવાથી શૂન્યાગાર, વૃક્ષના મૂળ, પર્વતની ગુફા આદિ નિર્જન સ્થાનોમાં ફરતા રહે છે.
વ્યંતરદેવોની મુખ્ય આઠ જાતિ છે અને તેના સોળ ઇન્દ્રો છે. તેમાં પણ ઈશા, ત્રુટિતા અને દઢરથા નામની આવ્યંતર, મધ્યમ અને બાલુ પરિષદ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત પાંચે ઇન્દ્રિયોના સુખોનો અનુભવ કરતાં વિચરે છે.
જ્યોતિષી દેવી— તેના સ્થાન તિરછાલોકમાં છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે ગયા પછીના ૧૧૦ યોજન