________________
[ ૩૧૮ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
એક દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે. તે જીવોના સંઘયણ સંસ્થાન આદિ સર્વ અંતરદ્વીપના મનુષ્યોની સમાન જાણવા તે મનુષ્યો યુગલિક જ હોય છે, તેથી તેના જીવન વ્યવહારનું સંપૂર્ણ વર્ણન અંતરદ્વીપના મનુષ્યોની જેમ જાણવું. અકર્મભૂમિના યુગલિકો મૃત્યુ પામીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોક સુધીના કોઈ પણ જાતિના દેવ-દેવી રૂપે જન્મ ધારણ કરે છે. કર્મભૂમિના મનુષ્યો - |७४ से किं तं कम्मभूमगा? कम्मभूमगा पण्णरसविहा पण्णत्ता,तं जहा-पंचहिं भरहेहिं, पंचहिं एरवएहि,पंचहिं महाविदेहेहिं । तेसमासओ दुविहा पण्णत्ता,तंजहाआरिया, मिलेच्छा । एवं जहा पण्णवणापदे जावसेतं आरिया । सेतंगब्भवक्कतिया। सेतं मणुस्सा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિના મનુષ્યોના પંદર પ્રકાર છે– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના મનુષ્યો. તેના સંક્ષેપથી બે પ્રકાર છે- આર્ય અને સ્વેચ્છ. આ રીતે સર્વ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવતુ આ આર્યોનું કથન થયું, આ ગર્ભજ મનુષ્યોનું કથન થયું અને આ મનુષ્યોનું કથન પણ સંપૂર્ણ થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કર્મભૂમિના મનુષ્યોનું અતિદેશાત્મક નિરૂપણ છે. કર્મભૂમિ - જે ક્ષેત્રમાં અસિ, મસિ અને કૃષિ, આ ત્રણ પ્રકારના કર્મથી જીવન વ્યવહાર થાય તેને કર્મભૂમિ કહે છે. ત્યાં જન્મેલા મનુષ્યોને કર્મભૂમિજ મનુષ્યો કહે છે. કર્મભૂમિની સંખ્યા અને સ્થાન – કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. તેમાંથી એક-એક ભરતાદિ ક્ષેત્રો જંબુદ્વીપમાં, બે-બે ભરતાદિ ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં અને બે-બે ભરતાદિ ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં હોય છે. ૩+૪=૧૫ કર્મભૂમિના ક્ષેત્રો છે. કર્મભૂમિના મનુષ્યોના અવગાહના આયુષ્યાદિ - પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ વર્તે છે. તેમાં છ આરાનું પરિવર્તન થયા જ કરે છે, તેથી તે-તે કાલાનુસાર ત્યાંના મનુષ્યોની અવગાહના, આયુષ્ય, સંઘયણ, સંસ્થાન આદિ સર્વ ભાવો પરિવર્તન પામતા રહે છે.
- પાંચ મહાવિદેહક્ષેત્રમાં અવસ્થિત કાલ છે. ત્યાં મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તે મનુષ્યોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું હોય છે. તે મનુષ્યોને છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે.
કર્મભૂમિના મનુષ્યોના બે પ્રકાર છે– આર્ય અને સ્વેચ્છ. જે મનુષ્યોને હેય, ઉપાદેયનો વિવેક હોય તેને આર્ય અને જેને આ પ્રકારનો વિવેક ન હોય તેને અનાર્ય અથવા સ્લેચ્છ કહે છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું.
II મનુષ્યાધિકાર સંપૂર્ણ II