________________
પ્રતિપત્તિ-૩ઃ મનુષ્યાધિકારી
[ ૩૧૭ ]
બંનેનું એક સાથે મૃત્યુ થઈ જાય છે. સ્ત્રી-પુરુષને પરસ્પર વિયોગનું દુઃખ હોતું નથી. પ્રકૃતિની ભદ્રતાના કારણે મૃત્યુ પામીને તે અવશ્ય દેવલોકમાં જાય છે.
યુગલિક ભવમાં જેટલી સ્થિતિ હોય તેટલી જ સ્થિતિ અથવા તેનાથી અલ્પસ્થિતિવાળા દેવલોકમાં તેઓ ઉત્પન્ન થાય છે. તે પોતાના આયુષ્યથી અધિક સ્થિતિ પામી શકતા નથી. જેમ કે- અંતરદ્વીપના મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે યુગલિકો તેટલી સ્થિતિવાળા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે. તેથી અંતરતીપના યુગલિકો ભવનપતિ અને વ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા નથી.
અકર્મભૂમિના મનુષ્ય:|७३ से किंतंभते ! अकम्मभूमिगमगुस्सा? गोयमा ! अकम्मभूमिगमणुस्सा तीसविहा पण्णत्ता,तंजहा-पंचहिं हेमवएहिं, एवं जहा पण्णवणापदे जावपचहिं उत्तरकुरुहिं । से तअकम्मभूमगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અકર્મભૂમિના મનુષ્યોના ત્રીસ પ્રકાર છે. જેમ કે– પાંચ હેમવય ક્ષેત્રના, પાંચ હરણ્યવય ક્ષેત્રના, પાંચ હરિવર્ષ ક્ષેત્રના, પાંચ રમ્યફ વર્ષ ક્ષેત્રના, પાંચ દેવકુરુ ક્ષેત્રના અને પાંચ ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ. આ ત્રીસ પ્રકારની અકર્મભૂમિના મનુષ્યોનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અકર્મભૂમિના મનુષ્યોનું અતિદેશાત્મક નિરૂપણ છે. અકર્મભૂમિ - જે ક્ષેત્રમાં અસિ–શસ્ત્રવિદ્યા, મસિ- લેખન વિદ્યા, કૃષિ- ખેતીવાડી આદિ ત્રણે પ્રકારના કર્મ ન હોય, દશ પ્રકારના વૃક્ષોથી જ મનુષ્યોનો જીવન વ્યવહાર ચાલતો હોય, તેને અકર્મભૂમિ કહે છે. અકર્મભૂમિની સંખ્યા અને સ્થાન :- અકર્મભૂમિ ૩૦ છે. પાંચ હેમવય ક્ષેત્ર, પાંચ હરણ્યવય ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યક વર્ષ ક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. તેમાંથી એક-એક હેમવયાદિ ક્ષેત્ર જંબદ્વીપમાં, બે-બે હેમવયાદિ ક્ષેત્રો ધાતકીખંડ નામના દ્વીપમાં અને બે-બે હેમવયાદિ ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં હોય છે. દ+૧+૧=૩૦ ક્ષેત્ર થાય છે.
તેનું વિસ્તૃત વર્ણન શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રાનુસાર જાણવું. અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો અકર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. અકર્મભૂમિના મનુષ્યોનાં અવગાહના, આયુષ્યાદિ :- દેવકુરુ, ઉત્તરકુરુ ક્ષેત્રમાં ભરતક્ષેત્રના સુષમ-સુષમા કાલ અર્થાત્ પ્રથમ આરા જેવા ભાવો પ્રવર્તે છે, તેથી ત્યાં ત્રણ ગાઉની અવગાહના અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે. ત્યાંના મનુષ્યોને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. હરિવર્ષરમ્યફવર્ષ ક્ષેત્રમાં બીજા આરા જેવા ભાવો પ્રવર્તે છે. ત્યાં બે ગાઉની અવગાહના અને બે પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે મનુષ્યોને બે દિવસે આહારની ઇચ્છા થાય છે. હેમવય, હરણ્યવય ક્ષેત્રમાં ત્રીજા આરા જેવા ભાવો પ્રવર્તે છે. ત્યાં એક ગાઉની અવગાહના અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે મનુષ્યોને