________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર
|
[ ૩૦૭ ]
તેઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય છે. |६३ तेणं मणुस्सा कालमासे कालं किच्चा कहिं गच्छति कहिं उववजंति?
गोयमा !तेणंमणुया छम्मासावसेसाउया मिहुणाइंपसर्वति, अउणासीइंराईदियाई मिहुणाईसारखंति संगोविति य । सारक्खित्तासंगोवित्ताउस्ससित्ता णिस्ससित्ता कासित्ता छीइत्ता अक्किट्ठा अव्वहिया,अपरियाविया सुहसुहेण कालमासेकालं किच्चा अण्णयरेसु देवलोएसुदेवत्ताएउववत्तारोभवति । देवलोयपरिग्गहाणतेमणुयगणापण्णत्तासमणाउसो! ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! તે મનુષ્યો મૃત્યુ સમયે મૃત્યુ પામીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો છ માસનું આયુષ્ય શેષ રહે ત્યારે એક યુગલિકને જન્મ આપે છે. ઓગણએંસી(૭૯) રાત દિવસ સુધી તેનું સંરક્ષણ અને સંગોપન (સારી રીતે સંભાળ) કરે છે. સંરક્ષણ અને સંગોપન કરીને ઉચ્છવાસ-નિશ્વાસ લઈને અથવા ખોખારો ખાઈને, છીંક ખાઈને, કોઈપણ પ્રકારના કષ્ટ વિના કોઈપણ પ્રકારના દુઃખ વિના, કોઈપણ જાતના પરિતાપ વિના, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય ભોગવી મૃત્યુના સમયે સુખપૂર્વક મૃત્યુ પામીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો દેવલોકગામી જ હોય છે. ll૧al ६४ कहिणंभते !दाहिणिल्लाणंआभासियमणुस्साणंआभासियदीवेणामंदीवेपण्णत्ते? गोयमा ! जंबुद्दीवेदीवे मंदरस्स पव्वयस्स दाहिणेणंचुल्लहिमवंतस्सवासहर- पव्वयस्स दाहिणपुत्थिमिल्लाओचरिमंताओलवणसमुद्दतिण्णिजोयणसयाइओगाहित्ताएत्थणंआभासिय मणुस्साण आभासियदीवेणामदीवेपण्णत्ते, सेसजहा एगोरुयाणणिरवसेससव्व। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્!દક્ષિણ દિશામાં આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણ-પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ત્રણસો યોજન દૂર આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ છે. શેષ સમસ્ત વક્તવ્યતા એકોક દ્વીપની જેમ કહેવી. રામ ६५ कहिणंभंते ! दाहिणिल्लाणंणंगोलियमणुस्साणंणंगोलियदीवेणामंदीवेपण्णत्ते?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स दाहिणपच्चस्थिमिल्लाओचरिमंताओलवणसमुदंतिणि जोयणसयाइंओगाहित्ता एत्थणंदाहिणिल्लाणंणंगोलिय मणुस्साणं णंगोलियदीवेणामंदीवे पण्णत्ते। सेसंजहा एगोरुय मणुस्साणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણદિશામાં નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ ક્યાં છે? ઉત્તરહે ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં સ્થિત ચુલહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણીય)ચરમાંતથી લવણસમુદ્રમાં ત્રણસો યોજન જઈએ ત્યારે ત્યાં નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ છે. શેષ વક્તવ્યતા એકોરુક દ્વીપની જેમ જાણવી જોઈએ. ફll.