________________
[ ૩૦૬ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું અતિવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, સુવૃષ્ટિ, મંદવૃષ્ટિ, ઉદવાહઝડપથી પાણીનું વહેવું, ઘોડાપૂર આવવું, ઉદકભેદઊંચાઈથી પડતા પાણીથી ખાડા પડી જવા, પાણીનું ઉપર ઉછળવું, ગામને તાણી જાય તેવો વરસાદ થાવ સન્નિવેશને તાણી જાય તેવો વરસાદ આદિ પ્રાણીનાશક થાવત્ દુઃખરૂપ ઉપદ્રવાદિ થાય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ !તે દ્વીપમાં અતિવૃષ્ટિ આદિ કોઈપણ ઉપદ્રવો થતા નથી, તે મનુષ્ય પાણીજન્ય ઉપદ્રવોથી રહિત હોય છે.
६१ अत्थि णं भंते ! एगोरुय दीवे अयागराइ वा तंबागरा इ वा सीसागरा इ वा सुवण्णागराइवा रयणागराइ वा वइरागराइ वा वसुहारा इवा हिरण्णवासा इवा सुवण्णवासाइवा रयणवासाइवा वइरवासाइवा आभरणवासा इवा पत्तवासाइवा पुण्फवासाइवा फलवासाइवाबीयवासाइवागधवासाइवामल्लवासाइवावण्णवासा इवाचुण्णवासा इवाखीरखुट्टी इवारयणवुट्ठीइवा हिरणवुट्ठीइवासुवण्णवुट्ठीइवातहेव जावचुण्णवुट्ठीइवासुकालाइवादुकालाइवासुभिक्खाइवादुब्भिक्खाइवाअप्पग्घा इवामहग्याइवाकयाइवा विक्कयाइवा,सण्णिहीइवासंचयाइवाणिधिइवाणिहाणा इवा,चिरपोराणाइवा पहीणसामियाइवा पहीणसेउयाइवा पहीणगोत्तागारा इवाजाई इमाइंगामागरणगस्खेडकब्बङमडंबदोणमुह पट्टणासम संवाहसण्णिवेसेसुसण्णिक्खित्ताई चिटुति? गोयमा !णोइणटेसमटे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું લોઢાની ખાણ, તાંબાની ખાણ, સીસાની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ, વજ–હીરાની ખાણ, વસુધારા-ધનની વૃષ્ટિ (ધીમે-ધીમે વરસવું), સોનાની વૃષ્ટિ, ચાંદીની વૃષ્ટિ, રત્નોની વૃષ્ટિ, વજ-હીરાની વૃષ્ટિ, આભરણોની વૃષ્ટિ, પત્ર-પુષ્પ-ફલ-બીજગંધ-સુગંધી પદાર્થ, માળા, ગંધ, વર્ણ, ચૂર્ણની વૃષ્ટિ, દૂધની વૃષ્ટિ, રત્નોની વર્ષા(અત્યધિક પ્રમાણમાં વરસવું), હિરણ્ય–સુવર્ણ યાવતુ ચૂર્ણોની વર્ષો, સુકાલ, દુષ્કાળ, સુભિક્ષ, દુર્ભિક્ષ, સોંઘવારી, મોંઘવારી, ખરીદ-વેચાણ, સંન્નિધિ-ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, સંનિચય–વસ્તુ હોવા છતાં ભવિષ્ય માટે સંગ્રહ કરવો, નિધિ-મૂલ્યવાન વસ્તુનો સંગ્રહ, નિધાન–મૂલ્યવાન વસ્તુને જમીનમાં દાટવી, પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કે જે નિધાનના માલિક નાશ પામી ગયા હોય, નિધાનમાં ધન દાટનાર નાશ પામી ગયા હોય અર્થાત્ ધન દાટનાર કોઈ ન હોય, માલિક અને તેના સર્વ વંશજો પણ નાશ પામી ગયા હોય તેવા પ્રકારનું ધન શું ગામ,નગર, આકર, ખેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પતન-આશ્રમ, સંવાહ અને સન્નિવેશ તેમજ શૃંગાટક(ત્રિકોણ માગ) ત્રણ, ચાર, માર્ગવાળા રસ્તા, ચત્વર, ચારમાર્ગ જ્યાં ભેગા થતા હોય તેવો ચોક તથા મહામાર્ગોમાં, નગરની ગટરોમાં, શ્મશાનમાં, પહાડની ગુફાઓમાં, ઊંચા પર્વતના ઉપસ્થાનમાં અને ભવન ગ્રહોમાં દટાયેલું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે દ્વીપમાં લોખંડની સોનાની આદિ ઉપરોકત કોઈપણ પ્રકાર ખાણ આદિ અને તેવું ધન હોતું નથી.
६२ एगोरुयदीवेणं भंते ! दीवे मणुयाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभाग, असंखेज्जइ भागेणं ऊणगं; उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપના મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ!