________________
[ ૩૦૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
हंता अत्थि । णो चेव णं ते अण्णमण्णस्स तेसिं वा मणुयाणं किंचि आबाहं वा पबाहं वा छविच्छेय वा करेति । पगइभद्दगाणं ते वालगगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું સર્પ, અજગર અને મહોરગ હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં સાપ, અજગર આદિ હોય છે, પરંતુ તેઓ પરસ્પર એકબીજાને અથવા ત્યાનાં લોકોને બાધા-પીડા કરતા નથી, ડસાદિ દ્વારા અંગછેદન કરતાં નથી. તે સર્પાદિ સ્વભાવથી જ ભદ્રિક હોય છે.
५६ अत्थिणंभंते ! एगोरुयदीवेगहदंडाइवागहमुसलाइवागहगज्जियाइवागहजुद्धा इवागहसघाडगाइवागहअवसव्वा इवा अब्भाइवा अब्भरुक्खा इवा सझाइवा गंधव्वणगराइवागज्जियाइवा विज्जुया इवा उक्कापायाइवा दिसादाहाइवाणिग्घाया इवा पसुबुद्दीइवाजुवगाइवाजक्खालित्ताइवा धूमिया इवा महिया इवारउग्घायाइवा चदोवरागाइवासूरोवरागाइवाच्दपरिवेसाइवासूरपरिवेसाइवापडिचदाइवा पडिसूरा इवाधणूइवाउदगमच्छइवाअमोहाइवाकविहसियाइवापाईणवायाइवा पडीणवाया इवा जावसुद्धवायाइवागामदाहाइवाणगरदाहाइवा जावसण्णिवेसदाहाइवापाणक्खय जणक्खय कुलक्खयधणक्खयवसणभूयमणारिया इवा?णोइणटेसमटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું (અનિષ્ટ સૂચક) દંડાકાર ગૃહસમુદાય, મુશલાકાર ગ્રહ સમુદાય, ગ્રહોની ગતિનો અવાજ, ગ્રહયુદ્ધ, ગ્રહ સંઘાટક-ત્રિકોણાકાર ગ્રહ સમુદાય, ગ્રહપસવગ્રહવક્રી, મેઘોનું(વાદળોનું) ઉત્પન્ન થવું મેઘોનું વૃક્ષાકારે પરિણમવું, સંધ્યા ખીલવી, ગંધર્વનગર–વાદળોનું નગરાદિના રૂપમાં પરિણમવું, ગર્જના થવી, વિજળી થવી, ઉલ્કાપાત, દિગ્દાહ, કોઈ એક દિશામાં અગ્નિજ્વાલા દેખાવી, નિર્ધાત-વિજળીના કડાકા, ધૂળની વર્ષા થવી, યૂપક-સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ થવાથી સંધ્યાની જાણ ન થવી, યક્ષાદીપ્ત–આકાશમાં અગ્નિસહિત પિશાચના રૂપનું દેખાવું, ધૂમિકા–ધૂમ્મસ, મહિકા-ઝાકળ, રજ, આકાશમાં ધૂળ ફેલાઈ જવી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રની આસપાસ ગોળાકાર મંડળ થવું. સૂર્યની આસપાસ મંડળ થવું, બે ચંદ્રનું દેખાવું, બે સૂર્યનું દેખાવું, ઇન્દ્રધનુષ્ય, ઉદક મત્સ્ય-ઇન્દ્ર ધનુષ્યનો ટુકડો, અમોઘ-સૂર્યાસ્ત થયા પછી સૂર્યના બીંબમાંથી નીકળતી વરસાદ સૂચક શ્યામ આદિ વર્ણવાળી રેખા, કપિસિન-આકાશમાં થનારા ભયંકર શબ્દ, પૂર્વ દિશાનો વાયુ, પશ્ચિમ દિશાનો વાયુ ભાવતું શુદ્ધવાયુનું વહેવું, ગ્રામદાહ, નગરદાહ યાવત સન્નિવેશદાહ, પ્રાણીઓનો નાશ, જનક્ષય, કુલક્ષય, ધનક્ષય આદિ દુઃખદ અને અનાર્ય ઉત્પાત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેવા ઉપદ્રવો ત્યાં થતા નથી. ५७ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे डिंबा इ वा डमरा इवा कलहा इ वा बोला इवा खारा इवा वेराइ वा विरुद्धरज्जा इवा?णो इणटेसमटे । ववगयडिंबडमरकलहबोल-खास्वेरविरुद्धरज्जा णतेमणुयगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ડિબ–ભયજનક સ્થિતિ, ડમર–પરસ્પરના ઉપદ્રવ કે બાહ્ય ઉપદ્રવ, કલહ–વાચુદ્ધ, દુઃખી વ્યક્તિના આર્તનાદ, ખાર–માત્સર્ય, વૈર, વિરોધી રાજ્યના