________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર
:
[ ૩૦૩]
મનુષ્યોને આબાધા–અલ્પ પીડા, વિશેષ પીડા કે બાધા પહોંચાડતા નથી, નહોર ભરાવતા નથી, અવયવોનું છેદન કરતા નથી. તે વ્હાપદ–જંગલી પશુઓ પ્રકૃતિથી જ ભદ્ર સ્વભાવવાળા હોય છે. ५१ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे साली इवा वीही इ वा गोधूमा इ वा जवा इवा तिला इ वा इक्खुइवा? हंता अस्थि । णो चेवणं तेसिं मणुयाण परिभोगत्ताए हव्वमागच्छति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું શાલી-કલમ જાતિના ચોખા, વ્રીહિં–વ્રીહિ જાતિના ચોખા, ઘઉં, જવ, તલ અને શેરડી આદિ ખાદ્ય પદાર્થો હોય છે? ઉત્તર- હા ગૌતમ! તે દ્વીપમાં શાલિ આદિ ધાન્ય હોય છે પરંતુ તે પુરુષોના ઉપભોગમાં આવતા નથી. ५२ अत्थि णं भंते ! एगोरुय दीवेदीवे गत्ताइ वा दरी इवा घसाइ वा भिगूइवा उवाए इवा विसमे इवा,विज्जले इ वा धूलीइ वा रेणू इवा पकेइ वा चलणी इवा? णोइणटेसमटे । एगोरुय दीवेणं दीवे बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ખાડા, ગુફા, તિરાડો, ભૃગુ- પર્વત શિખર આદિ ઊંચા સ્થાનો, અવપાત– પડવાની સંભાવનાવાળા સ્થાન, વિષમ સ્થાન, કીચડ, ધૂળ, રજ, કાદવ-કીચડ અને પગમાં ચોંટી જાય તેવો ગારો વગેરે હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં ખાડા આદિ નથી. એકોક દ્વીપનો ભૂમિભાગ અત્યંત સમતલ અને રમણીય હોય છે. ५३ अस्थि णं भंते ! एगोरुयदीवेदीवे खाणू इ वा कंटए इ वा हीरए इ वा सक्करा इवा तणपत्तकयवरा इवा असुई इवा पूइया इवा दुब्भिगंधा इवा अचोक्खा इवा?णो इणढे समढे । ववगयखाणुकटक हीरसक्कस्तण-पत्तकयवस्असुइ पूइय दुब्भिगंध मचोक्ख वज्जिएणं एगोरुयदीवे पण्णत्तेसमणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં શું સ્થાણુ(ટૂંઠા), કાંટા, હીરક(ધારદાર લાકડાના ટુકડા)–ઠોંગા, કાંકરા, તૃણ અને પાંદડાનો કચરો, અશુચિ, સડેલા પદાર્થો, દુર્ગધિત પદાર્થો, મૃત કલેવર જેવા અપવિત્ર પદાર્થો હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક દ્વીપમાં પૂંઠા આદિ હોતા નથી. તે દીપ હૂંઠા, કંટક, હીરક, કંકર, તૃણ-પત્રના કચરા, અશુચિ અને સડેલા, દુર્ગધિત, અપવિત્ર પદાર્થોથી રહિત હોય છે. ५४ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे दंसा इ वा मसगा इ वा पिसुया इ वा जूया इ वा लिक्खा इ वा ढंकुणाइ वा ? णो इणढे समढे । ववगयदसमसगपिसुयजूयलिक्ख ढकूणे ण एगोरुय दीवे पण्णत्ते समणाउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોક દ્વીપમાં શું ડાંસ, મચ્છર, ક્ષુદ્ર જંતુ, જૂ, લીખ, માંકડ આદિ હોય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે એકોરુક દ્વીપમાં ડાંસ, મચ્છર આદિ હોતા નથી. તે ક્ષેત્ર ડાંસ, મચ્છર, ક્ષુદ્ર જંતુ, જૂ, લીખ, માંકડથી રહિત હોય છે. |५५ अत्थि णं भंते ! एगोरुय दीवे दीवे अही इ वा अयगरा इ वा महोरगा इवा?