________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું નટોના ખેલ, તમાશા, નાટકના અભિનય, જલ્લ– દોરડા પર ખેલનારાના ખેલ, મલ્લોની કુસ્તી, મુકકાબાજી, વિદૂષકોના કૌતુક, કથાકારની કથા, પ્લાવક– છલાંગ મારવાની અથવા નદીને તરવાની ક્રિયા, શુભાશુભફળ કહેનારની સભા, લાસક–રાસ, ગરબા ગાનારા, લંખ–વાંસ પર ચઢીને નૃત્ય કરનારા, મંખ–ચિત્રપટ લઈને ફરતા અને ભિક્ષા માંગનારા, તૂણ– વીણા વગાડનારા, કાવડ લઈને ફરનારા તેમજ સ્તુતિ પાઠકો, આ સર્વને જોવા માટે લોકો ભેગા થાય છે?
૩૦૨
ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં નટોના ખેલ, તમાશા આદિ હોતા નથી, તે મનુષ્યો કુતૂહલ રહિત હોય છે.
४८ अस्थि णं भंते! एगोरुय दीवे सगडाइ वा रहाइ वा जाणाइ वा जुग्गाइ वा गिल्ली इ वा थिल्ली इ वा पिल्ली इ वा पवहणाणि वा सिविया इ वा संदमाणिया इ वा ? णो इणट्ठे समट्ठे ! पादचारविहारिणो णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું ગાડું, રથ, યાન, યુગ્ય–બે હાથ લાંબુ પહોળું ડોળી જેવું યાન, ગિલ્લી—વેદિકાવાળી અને બે પુરુષો દ્વારા ઉપાડવામાં આવતી પાલખી, ચિલ્લી–બે ઘોડા અથવા ખચ્ચરો દ્વારા ખેંચાતી બગીઓ, પિપિલ્લી-લાટદેશમાં પ્રસિદ્ધ વાહન વિશેષ, નૌકા—જહાજ, શિબિકા–પડદાવાળી પાલખી, સ્વન્દમાનિકા–પુરુષ પ્રમાણ નાની પાલખી આદિ વાહનો હોય છે ? ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ઉક્ત વાહન નથી, તે મનુષ્યો પાદવિહારી પગે ચાલવાવાળા હોય છે. ४९ अत्थि णं भंते ! एगोरुयदीवे आसा इ वा हत्थी ति वा उट्टाइ वा गोणा इवा महिसा वा खरा इ वा घोडा इ वा अजा इ वा एला इ वा ? हंता अत्थि । णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું ઘોડા, હાથી, ઊંટ, બળદ, પાડા, ગધેડો, ટટ્ટુ, બકરા-બકરી અને ઘેટા વગેરે પશુઓ હોય છે ? ઉત્તર- હા ગૌતમ ! તે દ્વીપમાં ઘોડા,હાથી આદિ પશુઓ હોય છે, પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી.
५० अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे सीहा इ वा, वग्घा इ वा दीविया इ वा अच्छा इ वा परस्सा इ वा तरच्छा इ वा विडाला इ वा सियाला इ वा सुणगा इ वा कोलसुणगा इ वा कोकंतिया इ वा ससगा इ वा चित्तला इ वा चिलल्लगा इ वा ?
• हंता अथ । णो चेव णं ते अण्णमण्णस्स तेसिं वा मणुयाणं किं चि आबाहं वा पबाहं वा उप्पायंति वा छविच्छेयं वा करेंति, पगइभद्दगा ण ते सावयगणा पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું સિંહ, વાઘ, ચિત્તા, રીંછ, ગેંડા, તરક્ષ–મૃગભક્ષી વાઘવિશેષ, બિલાડી, શિયાળ, કૂતરા, સુઅર, લોમડી, સસલા, ચિતલ અને ચિલ્લક(પશુ વિશેષ) આદિ જંગલી પશુઓ હોય છે ?
ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં સિંહ આદિ પશુઓ હોય છે પરંતુ તેઓ પરસ્પર કે
.