________________
[ ૨૯૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
संठियायत-पंडुरतलामुंडमालहम्मियं अहवणंधवलहरअद्धमागहविब्भमसेलद्धसेल संठिय कूडागारडसुविहिकोट्ठगअणेगघस्सरणलेण-आवण विडंबजालचंदणिज्जूहरियवरकदोवारिय चदसालियरूकविभत्तिकलिया भवणविही बहुविगप्पातहेवतेगेहागारा विदुमगणाअणेग बहुविविह वीससा परिणयाएसुहारूहण-सुहोत्ताराम्सुहणिक्खमणप्पसाएदद्दरसोपाणपति कलियाए पइरिक्काए सुहविहाराए मणोणुकूलाए भवणविहीए उववेया, फलेहिं पुण्णा, विसर्टेति, कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥९॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક દ્વીપમાં અનેક સ્થાને ગેહાકારા નામના વૃક્ષો તેિ વૃક્ષો મનુષ્યોને આવાસની પૂર્તિ કરે છે] જેમ-પ્રાકાર-કિલ્લો, અટારી, ચરિકા-કિલ્લા અને શહેર વચ્ચેનો આઠ હાથ પહોળો માર્ગ, દ્વાર, ગોપુર–પ્રધાન દ્વાર, પ્રાસાદ, અગાસી, મંડપ, એકખંડવાળા મકાન, બે ખંડવાળા મકાન, ત્રણ ખંડવાળા મકાન, ચાર ખૂણાવાળા ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ- શયનખંડ વલભીઘર–છાજલીવાળા ઘર; અનેક ચિત્રોથી સજ્જિત ચિત્રશાળા; ભોજનાલય; ગોળ, ત્રિકોણ, ચોરસ તથા નંદાવર્ત આકારના ઘર; પાંડુરતલ મુંડમાલ-છત વિનાનું ઉજ્જવળ આંગણાવાળું ઘર, હર્મુ-શિખર વિનાની હવેલી અથવા ધવલગૃહ, અર્ધગૃહ, માગધગૃહ, વિભ્રમગૃહ(વિશિષ્ટ પ્રકારના ઘર), શૈલાર્ધગૃહ–પહાડના અર્ધભાગ જેવા આકારના ઘર, શૈલગૃહ–પહાડ જેવા આકારના ઘર, કૂડાકાર ઘરપર્વતના શિખરના આકારના ઘર, સુવિધિ કોષ્ટક ઘર–સારી રીતે બનાવેલા કોઠાવાળા ઘર, અનેક કોઠાવાળા ઘર, શરણગૃહ, શયનગૃહ, આપણગૃહ-દુકાન, વિડંગ-છજ્જાવાળા ઘર, જાલવૃંદ-જાળીવાળા ઘર, ચંદ્ર નિબૃહદ્વારવાળા ઘર, અપવરક–નાની ઓરડીઓ, ઓરડા અને ચંદ્રશાલિકા- ચાંદની પ્રવેશે તેવા અગાસી ઉપરના ઘરની જેમ અનેક પ્રકારે ભવનો અને ઘર રૂપે ગેહાકાર વૃક્ષો સ્વભાવિક રીતે પરિણત થાય છે. સુખપૂર્વક ચડી શકાય અને સુખપૂર્વક ઉતરી શકાય, સુખપૂર્વક પ્રવેશ અને નિષ્ક્રમણ થઈ શકે, ચડવાના સોપાન નજીક નજીક અને વિશાળ હોવાથી સુખપૂર્વક ગમનાગમન થઈ શકે મનને અનુકૂળ લાગે એવા વિવિધ પ્રકારની ભવનવિધિથી (ભવનોથી) ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત મૂળ ભાગવાળા તે વૃક્ષો શોભાયમાન હોય છે.
२४ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे अणिगणा णामंदुमगणा पण्णत्तासमणाउसो! जहासेआजिणगखोमकंबल गुल्ल कोसेज्ज कालमिगपट्टचीणंसुय वरणातपट्टा-आभरण चित्तसहिणगकल्लाणगभिंगिणीलकज्जल बहुवण्ण रत्तपीय सुक्किलसक्कय मिगलोम हेमरूप्पवण्णगअवरुतस्सिंधुउसझदामिल बाकलिंगणलिण-तंतुमय भत्तिचित्ता-वत्थविहि बहप्पगारा.हवेज्ज वरपट्टणग्गया वण्णरागकलिया तहेव ते अणिगणा विदमगणा अणेग बहुविविह वीससा परिणयाए वत्थविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुसविकुस विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥१०॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે એકોક દ્વીપમાં ઠેકઠેકાણે અનગ્ના નામના કલ્પવૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને વસ્ત્રોની પૂર્તિ કરે છે.] જેમ કે ચામડાના વસ્ત્રો, સુતરાઉ વસ્ત્રો, ઊનના વસ્ત્રો, દુકૂલ વૃક્ષની છાલમાંથી બનેલા વસ્ત્રો, રેશમી વસ્ત્રો, કાળામૃગના ચામડામાંથી નિર્મિત વસ્ત્રો, ચીન દેશમાં નિર્મિત વસ્ત્રો, વિવિધ દેશમાં પ્રસિદ્ધ વસ્ત્રો, આભૂષણો દ્વારા વિભૂષિત વસ્ત્રો, બારીક વસ્ત્ર, કલ્યાણકારી