________________
ગણના વખતે કૃત્રિમ ભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે.
જેમ કે–મિત્તÇ અને મારિયા, ત્યાર બાદ વર્તમાને ફક્ત ભારતના જ મનુષ્યોને દષ્ટિગત રાખી, મનુષ્યોમાં જે ભેદ-પ્રભેદ પ્રચલિત હતા, તેને આધારે સ્થવિરા ભગવંતોએ ઘણી જાતની ગણના કરી છે. કર્મવાદના સિદ્ધાંતમાં આ પ્રકારના પ્રભેદોનું અધિક મહત્ત્વ નથી પરંતુ આ ગણનાથી તે વખતના ભારતીય મનુષ્યોના આચારવિચારના આધારે વર્ગો બનેલા હતા. તેના ઉપર ઐતિહાસિક દષ્ટિપાત થાય છે અને ઇતિહાસની એક કડી મળી આવે છે. ઇતિહાસના સંશોધક વિદ્વાનોએ આ પ્રકરણ ઉપર ઊંડો વિચાર કરવો ઘટે છે.
આગળ ચાલીને સાડા પચીસ આર્ય દેશ(પ્રાંતો)નો ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ તે સમયના ભારતના પ્રાદેશિક વિભાજન ઉપર ઐતિહાસિક પ્રકાશ પડે છે, સાથે સાથે જૈન સંતોનું વિચરણ ક્ષેત્ર કેટલું વ્યાપક હતું તે પણ જાણી શકાય છે.
જૈન શાસ્ત્રોમાં ઠેર ઠેર આર્ય શબ્દ જોવા મળે છે. જૈન સંતોને કે ગૃહસ્થોને આર્ય કહીને સંબોધન કરવામાં આવે છે. આજે આર્ય શબ્દ ઐતિહાસિક વિવાદનો મુખ્ય સ્તંભ બની ગયો છે. આર્યવિશે સનાતન ધર્મના ગ્રંથો, જૈન ગ્રંથો કે બૌદ્ધ ગ્રંથોમાં એક પ્રકારનું વિશિષ્ટ વિવરણ પ્રાપ્ત થાય છે. જ્યારે વર્તમાન ઐતિહાસિક વિદ્વાનો અને ખાસ કરીને અંગ્રેજ વિદ્વાનોએ આર્ય વિશે એક નવો જ ઉલ્લેખ કર્યો છે.
કરોડો ભારતવાસીઓના માથામાં બેસાડવામાં આવ્યું છે કે– આર્યો બહારથી આવ્યા છે, જ્યારે હકીકતમાં મોહન જોદડો ઇત્યાદિ પ્રાચીન સ્થળોના ખોદકામના આધારે અને પ્રાચીન ઐતિહાસિક ગ્રંથોના આધારે કે વેદકાલીન પ્રાચીન અવશેષોના આધારે જાણવા મળે છે કે– આર્ય સંસ્કૃતિ ભારતની પોતાની નિજી સંસ્કૃતિ છે અને દ્રાવિડીયન સંસ્કૃતિ સાથે આર્ય સંસ્કૃતિની કોઈ ખૂનરેજી અથડામણ હતી, એવું લાગતું નથી.
આર્ય શબ્દ એક પ્રકારના વિશિષ્ટ સંસ્કારોને ઉજાગર કરે છે. પાછળની પરંપરામાં જ ધૃણાવાદનો જન્મ થયો છે અને કેટલીક શ્યામવરણીય જાતિઓને નીચી જાતિ કહીને એક કૃત્રિમ ભેદ ઊભો કરવામાં આવ્યો છે. અન્યથા તો ઘણા અવતારો અને ઘણા તીર્થકરો શ્યામવરણીય અને નીલવરણીય પણ હતા. આજે પણ એ જ રીતે તેમની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી પાર્શ્વનાથ, તેમના જ્વલંત ઉદાહરણો છે. અસ્તુ....
અહીં જીવાજીવાભિગમ સૂત્રમાં પ્રવાહની દષ્ટિએ આ જાતિઓનું વર્ણન કર્યુ છે પરંતુ જેનોનું જીવ વિજ્ઞાન પ્રાકૃતિક રચના પર જ આધારિત છે અને આઠકર્મમાં નિર્માતા તરીકે એક આખું નામ કર્મ મૂકવામાં આવ્યું છે.
30 ON.