________________
**
જાય તે માટે આપણું લક્ષ દોરે છે.
સમસ્ત જીવરાશિના જ્ઞાન-અજ્ઞાન, દર્શન-અદર્શન, કષાય-અકષાય ઇત્યાદિ ભાવોનું પ્રદર્શન કરાવીને, જીવ ઊર્ધ્વગામી બને, તે શાસ્ત્રનું લક્ષ છે. જીવ સ્વયં જીવનો અવાસ્તવિક અભિગમ છોડીને, સ્વયં વાસ્તવિક અભિગમ કેવળજ્ઞાન સ્વરૂપ છે– તેનો સ્વીકાર કરે, તે પાયા ઉપર આ શાસ્ત્ર રૂપ ભવનનું નિર્માણ થયું છે.
સમગ્ર શાસ્ત્ર અનિત્ય જન્મોનું ભાન કરાવી શાશ્વત આત્માની સ્થાપના કરે છે. અહીં એ કહેવાની જરૂર નથી કે આત્મા શાશ્વત કે નિત્ય છે કારણ કે બધી યોનિઓમાં અને બધા જન્મોમાં શાશ્વત જ્ઞાન સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે કે આત્મા છે, તે નિત્ય છે. વસ્તુતઃ આ કથન વ્યવહાર દષ્ટિએ છે. પરમાર્થ દ્રષ્ટિએ આત્મા સાથે ‘“છે” શબ્દ બંધ બેસતો નથી. “છે” શબ્દ વર્તમાન કાળના ક્રિયાપદનું રૂપ છે. તો આત્માને “છે” એમ કેમ કહેવાય ? આત્મા તો હતો, છે અને રહેશે, એવો ત્રિકાળવર્તી છે.
એ જ રીતે નિત્ય છે, એમ કહેવામાં પણ પરસ્પર વિરોધ છે. નિત્ય હોય તેને “છે” એમ કેમ કહી શકાય ? વર્તમાન કાળમાં હોય તેને જ છે” એમ કહેવાય. “ઘડો છે’’ એમ કહેવાય, પરંતુ આકાશ છે, એમ કહેવું અનુચિત છે. શાશ્વત પદાર્થો માટે “છે”’ કહેવું તર્ક દષ્ટિએ અનુકૂળ નથી. બાળ જીવોને સમજાવવા માટે બરાબર છે. જેથી શ્રીમદ્ન “કૃપાળુ દેવ” કહે છે, કારણ કે બાળ જીવો ઉપર તેમની વિશેષ કૃપા હતી.
કે
ભક્તામર સ્તોત્રમાં જુઓ, કેટલું અણિશુદ્ધ સત્ય કહ્યું છે– જ્ઞાન સ્વરૂપમમાં પ્રવવન્તિ સન્તઃ । આત્મતત્ત્વ કેવળજ્ઞાન સ્વરૂપ છે, એવું સંતો અને વિદ્વાનો કહે છે. તેમાં કોઈ વિશેષણ નથી. જીવાજીવાભિગમ પણ આવા અનુપમ પરમ સત્ય સુધી જીવને પહોંચાડવા માટે, પરોક્ષ રીતે સમજાવીને ભિન્ન-ભિન્ન પ્રકારના અવાસ્તવિક સ્વરૂપોનું ભાન કરાવી શુદ્ધ સ્થાનનો નિર્દેશ કરે છે.
એક વિશેષ વાત :– જૈન ધર્મની જાતિ ગણનામાં કૃત્રિમ રીતે સ્થાપિત જાતિવાદનું કોઈ મહત્વ નથી. પ્રાકૃતિક રીતે પ્રકૃતિ જગતમાં શરીર, ઇન્દ્રિય આદિની જે રચના થાય છે તેને આધારે જ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના પાંચ પ્રકારના જીવોની પાંચ જાતિ ગણવામાં આવી છે; નહીં કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઇત્યાદિ જાતિ. એ જ રીતે કુળની ગણના પણ કોઈ સ્થાપિત કુળના આધારે કરવામાં આવી નથી, પરંતુ ઉત્પત્તિના આધારે અમુક પ્રકારની સામ્યતા જોઈ જીવોની કુળ ગણના કરવામાં આવી છે. આમ ચોરાશી લાખ જીવાયોનિના જીવોમાં મનુષ્ય સ્થાપેલ જાતિ કે કુળનું કોઈ મહત્વ નથી. તથાપિ “જીવાજીવાભિગમ”માં મનુષ્યની
AB
29