________________
હું સિદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ બધા કર્મજનિત ભાવો વાસ્તવિક નથી, છતાં વર્તમાન પર્યાયની અપેક્ષાએ તે હકીકત છે. જીવાજીવાભિગમ શાસ્ત્ર, શુદ્ધ ભાવોનો ઇશારો કરીને વર્તમાન પર્યાયમાં કર્મભોગથી પીડાતા જીવનું સાંગોપાંગ વર્ણન કરી, મુક્ત થવાનો ઇશારો કરે છે.
જીવાજીવાભિગમનો બીજો એક ગૂઢ અર્થ એ છે કે વર્તમાન પારિવારિક સંબંધો પણ શાશ્વતા નથી.
આ બધા જીવો ક્રમશઃ પર્યાય બદલતાં-બદલતાં ભિન્ન-ભિન્ન પ્રકારે સંબંધો બાંધી ચૂક્યા છે, તેથી વર્તમાન સંબંધને માટે રાગ-દ્વેષની લાળ તીવ્ર ન બને તેનું ભાન કરાવે છે.
અંતિમ એક વાત કહીને આ પ્રકરણ પુરું કરીશું. સાંસારિક અવસ્થા અથવા કર્મ ભોગમાં મૂળ કારણ રૂપે બે તત્ત્વ ભાગ ભજવે છે (૧) પુણ્યતત્ત્વ (૨) પાપતત્ત્વ. બંને તત્ત્વોની ઉદયમાન પર્યાય વૈભાવિક હોવા છતાં જૈનદર્શન અથવા જૈન આચાર સંહિતા વિશેષ રૂપે પાપતત્ત્વનું અર્થાત્ પાપબંધ, પાપસત્તા અને પાપ આશ્રવનો પરિહાર કરવાની પ્રેરણા આપે છે. જીવાજીવાભિગમમાં જે જીવોનું વર્ણન છે, તેમાં બંને પ્રકારના જીવોની ગણના છે. પાપયોનિના જીવો અને પુણ્યમયગતિના જીવો.
પાપયોનિના જીવોને જે કાંઈ સાધનો મળ્યા છે. તે કર્મભોગ કરવા પૂરતા સીમિત છે, તે સાધનો વધારે ઉજજવળ પુરુષાર્થ કરવા માટે અનુકૂળ નથી. જ્યારે પુણ્યમય સ્થાનોમાં જીવોને જે સાધનો મળ્યા છે, તે સાધનોથી જીવ મોક્ષ માર્ગનું અવલંબન કરી શકે છે.
આ પુણ્યમય ભાવોના યોગમાં જીવાત્મા ઉત્તમ શ્રેણી ઉપર સમારૂઢ થાય છે, ત્યારે પુણ્યમય ભાવો સ્વતઃ પરાવૃત્ત થઈ જાય છે. પાપ આશ્રવ તો અટક્યો જ હતો. હવે પુણ્ય આશ્રવ અટકીને પુણ્યનો પણ સંવર થાય છે. આ રીતે પુણ્ય અને પાપ બને પ્રકારના આશ્રવ અટકી જાય ત્યારે જીવ શૈલેશીકરણને પ્રાપ્ત કરે છે અને યોગ સ્થિર થઈ જાય છે.
આ ભૂમિકા પ્રાપ્ત કર્યા પહેલાં જીવને પુણ્ય ભાવોનું નિમિત્ત હોય છે, તેથી પુણ્યનો પરિહાર કરવાની વાત જ આવતી નથી. પુણ્યમય ભાવો સ્વતઃ પોતાનું કર્તવ્ય બજાવી, શુભ નિમિત્ત રૂપે ઉપકાર કરી, સ્વયં શાંત થઈ જાય છે.
જીવાજીવાભિગમ શાસ્ત્ર પાપયોનિના જીવોનું વર્ણન કરી, જીવ તે દુઃખમાંથી મુક્ત થાય અને પુણ્યમય ગતિમાં પણ પાપાશ્રવ કરીને પુનઃ અધોગતિમાં ચાલ્યો ન
28 ON .•