________________
સમાન છે, જેને “આત્મતત્ત્વ” કહેવામાં આવે છે.
અહીં એ પ્રશ્ન સહજ થાય છે કે આ બધા જીવોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અથવા સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી ? અને ક્યારે થઈ? ઇતર ધર્મદર્શનોમાં કે પુરાણ ગ્રંથોમાં સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરી, ખુલાસો કર્યો છે અને એ જ રીતે આજનું સાયન્સ(વિજ્ઞાન) પણ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પ્રકાશ નાખવા પ્રયાસ કરે છે. જ્યારે જૈન દર્શનમાં આ બધા વિવરણો આત્મસાધનમાં મહત્વપૂર્ણ ન હોવાથી તેનો ખુલાસો કર્યો નથી. ફક્ત “અનાદિ અનંત” કહીને સમાધાન કર્યું છે કારણ કે કોઈ પણ પ્રશ્નના ઉત્તર રૂપે સૃષ્ટિનો પ્રારંભ માનીએ કે ઈશ્વરને “ક” માનીએ, તો પણ મૂળ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે ઈશ્વર ક્યાંથી આવ્યા? તેમની ઉત્પત્તિ કેમ થઈ? અથવા જે દ્રવ્યોથી સૃષ્ટિ બની, તે દ્રવ્યો ક્યાંથી આવ્યા? તો પુનઃ એ જ જવાબ આપવો પડશે કે ઈશ્વર અનાદિ અનંત છે, એટલે પ્રશ્ન હતો ત્યાં જ આવીને ઊભો રહ્યો.
જૈન દર્શન-યથાર્થવાદી દર્શન છે, તેથી જે સામે છે, જે દશ્યમાન જગત છે, તેને હકીકત માનીને, તેની ગણના કરવામાં આવે છે અને તેથી જ ઉત્પત્તિ કે પ્રલયની ઊંડાઈમાં ન જતાં વસ્તુસ્થિતિનો વિચાર કર્યો છે. જીવાજીવાભિગમ સૂત્ર તે બાબતનું એક શુદ્ધ ગણના પ્રદર્શિત કરતું જીવંત શાસ્ત્ર છે. આખું શાસ્ત્ર કર્મના પ્રભાવને પ્રદર્શિત કરે છે. કર્મ ભોગમાં રહેલા સંસારી જીવો વિવિધ યોનિઓમાં જન્મ ધારણ કરીને વિવિધ વર્ગમાં વિભાજિત થઈ જાય છે અને કર્મવિપાકનો અનુભવ કરતાં અનંતકાળ આ ભવચક્રમાં વ્યતીત કરે છે.
જ્યારે “બીજ” રૂપ કર્મનો ક્ષય કરી, જીવાત્મા અયોગી ભાવને ભજે, ત્યારે બધા દંડકથી જે અત્યાર સુધી દંડાઈ રહ્યો હતો, તેનાથી મુક્ત થઈ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. ત્યારે જીવનો જે સાચો અભિગમ છે, તેને તે ભજે છે.
આપણે “જીવાજીવાભિગમ” શબ્દનો અર્થ વિચારીએ- “જીવ” શબ્દ સાંસારિક અવસ્થામાં કર્મબદ્ધ પ્રાણી માટે વપરાય છે. તે જીવ મુક્ત થાય ત્યારે તે જીવ તો છે, પરંતુ હવે એ જીવને જીવ ન કહેતાં સિદ્ધ અથવા સિદ્ધ ભગવંત કહીએ છીએ. આ રીતે જીવ બને અવસ્થામાં શેય છે– કર્મબદ્ધ જીવ અને કર્મમુક્ત જીવ. આવા જીવનું વિશેષ પ્રકારે જ્ઞાન મેળવવું, તે તેનો(જીવનો) અભિગમ છે. અભિગમનો અર્થ થાય છે– દશ્યમાન વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન.
અહીં કર્મબદ્ધ જીવોના જે કોઈ વિવરણો આપ્યા છે, તે હકીકત હોવા છતાં જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, કારણ કે તે ભાવો કર્યજનિત છે. શ્વાન તે સ્થાન છે, આ હકીકત છે પરંતુ શું તે શ્વાન જ છે? તો કહેવું પડશે કે ના; આનો અર્થ એ થયો કે સ્યા અસ્તિ-સ્યાદ્ નાસ્તિ.
(
27
)