________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જીવાજીવાભિગમનો લક્ષ્યાર્થ :
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, ઉપાંગ શાસ્ત્રોમાં મહત્વ પૂર્ણ પ્રકરણો પ્રદર્શિત કરે છે. તેમાં જૈન ગણના પ્રમાણે જીવ રાશિના ભેદ-પ્રભેદનો મુખ્યત્વે ઉલ્લેખ છે. સમગ્ર જૈન વાડમયમાં બધા જીવોને પ્રાયઃ ચાર ભાગમાં વિભક્ત કર્યા છે– (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ અને (૪) નરકગતિના જીવો.
- ઠેર ઠેર આ જીવો ઉપર ભાવોના ભેદ-પ્રભેદોનું અવતરણ કરી, ઘણો જ વિસ્તાર કરવામાં આવ્યો છે. કેવળ જીવાજીવાભિગમ જ નહીં પરંતુ પન્નવણા સૂત્ર, ભગવતીજી, ઈત્યાદિ આગમ(મોટા) શાસ્ત્રોમાં ઘણા બધા પ્રકરણો જીવરાશિના વિવરણથી ભરેલા છે. ઘણા પ્રકરણો તો ઘણી રીતે સરખે સરખા જોવા મળે છે. અસ્તુ.
“જીવાજીવાભિગમ પણ એ જ પ્રકારનું એક વિસ્તૃત શાસ્ત્ર છે પરંતુ આ શાસ્ત્રમાં કેટલાક ભૂતકાળના ખાસ કરીને ભારતના ઐતિહાસિક ભાવો ઉપર પણ પ્રકાશ નાંખવામાં આવ્યો છે, જેનો આપણે થોડો ઉલ્લેખ કરીએ તે પહેલા સમગ્ર શાસ્ત્ર પર એક દષ્ટિપાત કરીએ.
જૈન દર્શનમાં સમગ્ર બ્રહ્માંડમાં રહેલા નાના-મોટા જીવોનું વિવિધ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. ફક્ત જીવોનું વિભાજન કર્યું છે એટલું જ નહીં પરંતુ તત્ત્વજ્ઞાનના સેંકડો પ્રશ્નો એક એક જીવ માટે ઉપસ્થિત કરી, વિસ્તારપૂર્વક આ વિષયોનું સ્પષ્ટીકરણ કરીને તેમની ક્ષમતાનું નિર્ધારણ કર્યુ છે. આગમોમાં હજારો પૃષ્ઠ આ બધા સવાલોના જવાબથી ભરેલા છે. બ્રહ્માંડના એક છેડેથી બીજા છેડા સુધી જે જે જીવો, જે જે અવસ્થામાં જન્મ-મૃત્યુ કરી રહ્યા છે, તેનું વ્યાપક દિગ્ગદર્શન કરાવ્યું છે અને બધા જીવોના મૂળમાં મૌલિક રૂપે અખંડ અવિનાશી સચ્ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય તત્ત્વ વ્યાપ્ત છે, તે સત્ય ઉજાગર કર્યું છે.
જીવનો આકાર-વિકાર ગમે તેવો હોય, ચાહે એકેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિયમાં પણ વિરાટ રાજાધિરાજનો જીવ હોય કે અત્યંત નિમ્નકોટિનો મનુષ્ય હોય, તેમના બાહ્ય દેદાર, કર્મ જનિત છે પરંતુ ચૈતન્ય તત્ત્વ બધા જીવોનું એક
26 ,