________________
[ ૨૭૨]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છ કાય જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ:१४ णेरइयाणंभंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणंदसवाससहस्साई उक्कोसेणं तेत्तीसंसागरोवमाई । एवं ठिईपदं सव्वं भाणियव्वं जावसव्वट्ठसिद्धदेवत्ति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નારકીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તરહે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિ પદ અનુસાર જાણવી જોઈએ. | १५ जीवेणं भंते ! जीवे त्तिकालओ केवच्चिर होइ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ, જીવ રૂપે ક્યાં સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! સર્વ કાલ પર્યંત જીવ, જીવ રૂપે રહે છે. |१६ पुढविकाइएणंभंते ! पुढविकाइए त्तिकालओ केवच्चिरहोइ ? गोयमा !सव्वद्धं । एवं जावतसकाइए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયના જીવ પૃથ્વીકાય રૂપે ક્યાં સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! (પૃથ્વીકાય સામાન્યની અપેક્ષાએ) સર્વકાળ સુધી રહે છે. આ પ્રમાણે ત્રસકાય સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિનું પ્રજ્ઞાપનાસૂત્રના અતિદેશપૂર્વક કથન છે.
જે પ્રાણોને ધારણ કરે તે જીવ છે. પ્રાણના બે પ્રકાર છે– દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયાબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, એ ચાર ભાવ પ્રાણ છે. અહીં બંને પ્રકારના પ્રાણોનું ગ્રહણ કર્યું છે. સંસારી અવસ્થામાં જીવ દ્રવ્ય-ભાવ પ્રાણોથી અને મુક્તાવસ્થામાં ભાવપ્રાણોથી હંમેશાં જીવિત રહે છે. જીવ ક્યારેય પોતાની આ અવસ્થાથી રહિત થતો નથી, તેથી જીવની કાયસ્થિતિ સર્વકાલની છે અથવા જીવ પદથી કોઈ એક નિશ્ચિત જીવનું નહીં પરંતુ જીવ સામાન્યનું (સમુચ્ચય જીવનું) ગ્રહણ થાય છે.
જીવ પ્રાણ ધારણ રૂપ સામાન્ય લક્ષણથી હંમેશાં જીવ્યો હતો, જીવે છે અને જીવતો રહેશે. તેથી સામાન્ય જીવોની અપેક્ષાથી પણ તેની કાયસ્થિતિ સર્વદ્વા- સર્વકાલની છે. પૃથ્વીકાયની કાયસ્થિતિ :- જીવ પૃથ્વીકાય રૂપે જેટલો સમય રહે તેની કાલમર્યાદાને પૃથ્વીકાયની કાયસ્થિતિ કહે છે. કોઈ એક ચોક્કસ જીવ પૃથ્વીકાય રૂપે અસંખ્યાતકાલ પર્યત રહી શકે છે, તેથી તેની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે પરંતુ સૂત્રકારે સામાન્ય પૃથ્વીકાયની વિવક્ષા કરીને તેની કાયસ્થિતિ સર્વકાલની કહી છે. આ લોકમાં પૃથ્વીકાયના જીવો હંમેશાં હતા, છે અને રહેશે, તેથી તેની કાયસ્થિતિ સર્વકાલની થાય છે.
આ પ્રમાણે ગતિ, ઇન્દ્રિય, કાય આદિ દ્વારોથી જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ નામના પદમાં કાયસ્થિતિનું કથન કર્યું છે, તે પ્રમાણે અહીં જાણવું. તે બાવીસ દ્વારા આ પ્રમાણે છે– (૧) જીવ