________________
| પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-ર
[ ૨૭૩ ]
(૨) ગતિ (૩) ઇન્દ્રિય (૪) કાય (૫) યોગ (૬) વેદ (૭) કષાય (૮) લેશ્યા (૯) સમ્યત્વ (૧૦) જ્ઞાન (૧૧) દર્શન (૧૨) સંયત (૧૩) ઉપયોગ (૧૪) આહાર (૧૫) ભાષક (૧૬) પરિત (૧૭) પર્યાપ્તિ (૧૮) સૂક્ષ્મ (૧૯) સંશી (૨૦) ભવ સિદ્ધિક (૨૧) અસ્તિકાય અને (૨૨) ચરમ. નિર્લેપન કાલ :| १७ पडुपण्णपुढविकाइयाणभते !केवइकालस्सणिल्लेवासिया?गोयमा!जहण्णपए असखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिंउक्कोसपए असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं, जहण्णपयाओउक्कोसपए असखेज्जगुणा । एवं जावपडुप्पण्णवाउक्काइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયના જીવો કેટલા કાળમાં નિર્લેપ થઈ શકે છે? અર્થાત્ તેઓને કેટલા કાલમાં બહાર કાઢી શકાય છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અને ઉત્કૃષ્ટ પણ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં નિર્લેપ (ખાલી) થઈ શકે છે. અહીં જઘન્ય પદના અસંખ્યાતથી ઉત્કૃષ્ટ પદના અસંખ્યાતને અસંખ્યાતગુણ અધિક(મોટો) જાણવો જોઈએ. આ પ્રમાણે વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા વાયુકાય સુધીની વક્તવ્યતા જાણવી જોઈએ. | १८ पडुप्पण्णवणस्सइकाइयाणंभंते! केवइकालस्सणिल्लेवासिया?गोयमा!पडुप्पण्ण
वणप्फकाइया जहण्णपए अपया उक्कोसपए अपया, पडुप्पण्णवणप्फइकाइयाणणत्थि પિcોવા I
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલાં વનસ્પતિકાયના જીવો કેટલા કાલમાં નિર્લેપ(ખાલી) થઈ શકે છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યુત્પન્ન-વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલાં વનસ્પતિકાયોને માટે જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પદોમાં નિર્લેપ(ખાલી) થઈ શકતા નથી, તેથી વર્તમાનમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાય જીવોનો નિર્લેપન કાલ નથી. | १९ पडुप्पण्णतसकाइया णभंते ! केवइय कालस्स णिल्लेवासिया?गोयमा!पडुपण्णतसकाइया जहण्णपए सागरोवमसयपुत्तस्स, उक्कोसपए वि सागरोवमसयपुहुत्तस्स, जहण्णपया उक्कोसपए विसेसाहिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસકાયના જીવો કેટલા કાળમાં નિર્લેપ થઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક સો સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ અનેક સો સાગરોપમ કાળમાં નિર્લેપ થઈ શકે છે. જઘન્ય પદ કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે, તેમ સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા જીવોના નિર્લેપન કાલનું પ્રતિપાદન છે. નિર્લેપનકાલ -વિલયને પારેખા પદિયમાળા વિતા #ાનેન સર્વપલ્લનિઝામુપયાન્તિ તિ ભવઃ -વર્તમાન સમયમાં એક સાથે ઉત્પન્ન થયેલા જીવોમાંથી પ્રતિ સમયે એક-એક જીવનું અપહરણ કરવામાં આવે તો જેટલા સમયમાં તે સર્વ જીવો સંપૂર્ણતયા અપહૃત થઈ જાય અર્થાત્ તે સ્થાન તે જીવોથી ખાલી થઈ જાય, તેટલા કાળને નિર્લેપનકાળ કહે છે.