________________
| પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૨
[ ૨૭૧ ]
१० वालुयापुढवीए पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं चोद्दसवास सहस्साइ। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વાલુકા પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વર્ષની સ્થિતિ છે. | ११ मणोसिलापुढवीए पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं सोलस वाससहस्साइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનશિલા પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સોળ હજાર વર્ષની સ્થિતિ છે. | १२ सक्करापुढवीए पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठारस वाससहस्साई। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! શર્કરાપૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષની સ્થિતિ છે. | १३ ख़रपुढवीए पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीस वाससहस्साइ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખર પૃથ્વીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયના ભેદ અને તેની સ્થિતિનું કથન છે. પૃથ્વીના છ પ્રકાર છે– (૧) શ્લષ્ણ પૃથ્વી-મૃદુ-મુલાયમ માટી શ્લેષ્ણ પૃથ્વી છે. તે પીસાયેલા લોટ સમાન મુલાયમ હોય છે. (૨) શુદ્ધ પૃથ્વીપર્વત આદિના મધ્યમાં રહેલી માટી શુદ્ધ પૃથ્વી છે. (૩) વાલુકા પૃથ્વી–બારીક રેતી વાલુકા પૃથ્વી છે. (૪) મનશિલા પૃથ્વી– મનઃશિલ આદિ મનશિલા પૃથ્વી છે. (૫) શર્કરા પૃથ્વી- કાંકરા આદિ શર્કરા પૃથ્વી છે. (૬) ખર પૃથ્વી- પાષાણ રૂપ પૃથ્વી પર પૃથ્વી છે. પૃથ્વીકાયની સ્થિતિ :કમ પૃથ્વીના પ્રકાર
જઘન્ય
ઉત્કૃષ્ટ સ્થિતિ શ્લષ્ણ પૃથ્વી
અંતર્મુહૂર્ત
એક હજાર વર્ષ ૨ | શુદ્ધ પૃથ્વી
અંતર્મુહૂર્ત
બાર હજાર વર્ષ ૩ | વાલુકા પૃથ્વી
અંતર્મુહૂર્ત
ચૌદ હજાર વર્ષ ૪ | મનઃશિલા પૃથ્વી
અંતર્મુહૂર્ત
સોળ હજાર વર્ષ ૫ | શર્કરા પૃથ્વી
અંતર્મુહૂર્ત
અઢાર હજાર વર્ષ ૬ | ખર પૃથ્વી
અંતર્મુહૂર્ત | બાવીસ હજાર વર્ષ