________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ રીતે વનસ્પતિકાય સુધી સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રાનુસાર કરવું યાવત્વનસ્પતિકાયમાં જ્યાં એક જીવ છે, ત્યાં કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્ત વનસ્પતિકાયિક જીવ હોય છે. આ બાદર વનસ્પતિકાયનું અને વનસ્પતિકાયનું કથન પૂર્ણ થયું.
૨૦૦
૫ ક્ષેતિ મંતે ! તલગડ્યા ?ોયમાં !તલગડ્યા વહા પળત્તા, તં નહાનેવિયા, તેવિયા, નડરિલિયા, વિલિયા ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રસકાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે. યથા– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય.
६ से किं तं भंते ! बेइंदिया ? गोयमा ! बेइंदिया अणेगविहा पण्णत्ता । एवं जव पण्णवणाए तहेव णिरवसेसं भाणियव्वं जाव सव्वट्ठसिद्धगादेवा, से तं अणुत्तरोववाइया, ક્ષેતવા, સેત પવલિયા, તે તે તસાડ્યા |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! તેના અનેક પ્રકાર છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રાનુસાર સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પર્યંત સંપૂર્ણ કથન કરવું જોઈએ. આ રીતે અનુત્તરોપપાતિક દેવોનું, પંચેન્દ્રિયોનું અને ત્રસકાયનું કથન પૂર્ણ થયું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છકાય જીવોનું અતિદેશાત્મક સંક્ષિપ્તવર્ણન છે. તે જીવોના નામ આ પ્રમાણે છે—(૧) પૃથ્વીકાય, (૨) અપ્લાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. અહીં તિર્યંચ ઉદ્દેશક હોવાથી તિર્યંચોની મુખ્યતાએ છ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન છે. આ સર્વ જીવોનું ભેદ-પ્રભેદ યુક્ત । વર્ણન પ્રથમ પ્રતિપત્તિમાં છે. તેમજ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં પણ વિસ્તાર
યુક્ત કથન છે.
પૃથ્વીકાયના ભેદ અને સ્થિતિ ઃ
૭] વિહા ખં ભંતે ! પુવી પળત્તા ? નોયમા ! છબિહા પુવી પળત્તા,તેં બહાસન્હાપુઢવી, સુપુવી, વાળુયાપુરી, મળોસિલાપુઢવી, સવાપુરી, વરઘુવી । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયના છ પ્રકાર છે, જેમ કે– શ્લષ્ણ(મૃદુ) પૃથ્વી, શુદ્ધ પૃથ્વી, વાલુકા પૃથ્વી, મનશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃથ્વી. ८ सहा पुढवीणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगं वाससहस्सं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્લષ્ણ પૃથ્વીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક હજાર વર્ષની સ્થિતિ છે.
९ सुद्धपुढवीयं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारसवाससहस्साइं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શુદ્ધ પૃથ્વીની સ્થિતિ કેટલી છે ?ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર હજાર વર્ષની સ્થિતિ છે.